આ નવી આઝાદીની લડાઈ છે અને રસ્તા થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી અમે આ લડાઈ લડીશું : અમિત ચાવડા
ગુજરાત હાઈકોર્ટમાં રાહુલ ગાંધીજી ની અરજી પર હાઈકોર્ટે આપેલા નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા એ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જશે અને કાનૂની લડાઈ લડશે.
આક્રોશ વ્યક્ત કરવાની સાથે તેમણે કહ્યું કે રાહુલ ગાંધીજીએ જ્યારથી સવાલ પૂછ્યો છે કે નરેન્દ્ર મોદી જી અને અદાણી વચ્ચે શું સંબંધ છે? અદાણીની કંપનીમાં જે કાળા નાણાનું વિવિધ દેશો દ્વારા રોકાણ કરવામાં આવી રહ્યું છે તેમાં કોનો હાથ છે અને શા માટે જેપીએસ બેસાડી નથી? જ્યારથી રાહુલ જી દેશના ખેડૂતો વિશે બોલ્યા, 3 કાળા કાયદા વિરુદ્ધ બોલ્યા દેશમાં મહિલાઓ પર અત્યાચાર, બળાત્કાર થઈ રહ્યા છે, રાહુલ જી તેના પર બોલ્યા આખા દેશના યુવાનોની રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો દેશની સરહદ પર ચીન અને પાકિસ્તાનનો કબજો છે,
આ બધી બાબતોને કારણે તાનાશાહી સરકારને ડર લાગ્યો કે જો રાહુલજી સંસદમાં રહેશે તો તેમની જુમલા સરકારના તમામ રહસ્યો ખુલી જશે. એટલા માટે રાહુલ જીના અવાજને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
દેશના વિવિધ શહેરોની અદાલતોમાં તેમની સામે માનહાનિના કેસ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ આવા કેસમાં તમામ પ્રકારની જોગવાઈઓ હોવા છતાં એક પછી એક એવી રીતે ચુકાદાઓ આપવામાં આવી રહ્યા છે કે એવું લાગે છે કે આખા દેશમાં લોકશાહી ખતમ કરી તાનાશાહી નું શાશન આવશે.
રાહુલજીએ પહેલા દિવસથી જ કહ્યું છે કે ડરો મત અને સાથે જ તેમણે હંમેશા કહ્યું છે કે તમારી તાનાશાહી સત્તાના જોરે તમે અમને સંસદમાંથી બહાર કાઢી શકો છો પરંતુ તમે અમને દેશના લોકોની લડાઈ લડતા રોકી શકશો નહિ.
તમે મને સંસદમાંથી બહાર કાઢી શકો છો, મારું ઘર ખાલી કરાવી શકો છો, મને જેલમાં ધકેલી શકો છો પરંતુ દેશની જનતાનો અવાજ ઉઠાવતા મને કોઈ રોકી શકશો નહીં.
સાથે અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે અમને કાયદામાં વિશ્વાસ છે, આ લડત લાંબા સમય સુધી ચાલશે અને આગળ પણ પક્ષ જે સ્ટેન્ડ લેશે અને તે મુજબ સુપ્રીમ કોર્ટમાં જઈશું.આ નવી આઝાદીની લડાઈ છે અને રસ્તા થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી અમે આ લડાઈ લડીશું.