કોંગ્રેસ પાટીદાર વિહાણી કેમ બનીગ જરા તેનો ઇતિહાસ તપાસે તેમ પુર્વમંત્રી અને રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ એક નિવેદનમાં જણાવ્યું છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસનો ઇતિહાસ પાટીદાર વિરોધી રહ્યો છે સરદાર પટેલ જેવા મહાન વિભૂતિને ભારતરત્ન આપવાનો વિચાર કોંગ્રેસને કયારેય આવ્યો નહિ. તેમનું સ્ટેચ્યુ પણ સંસદ ભવનના પરિસરમાં મુકવામાં આવ્યું નહી. તે અમરેલીના સાંસદ દીલીપભાઇ સંધાણીની દરમીયાનગીરી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની અસરકારક રજુઆતના કારણે સરદારનું સ્ટેચ્યુ મુકાયું. સરદાર પટેલને ભારતરત્ન કેન્દ્રમાં બીનકોંગ્રેસી ચંદ્રશેખરની સરકાર વખતે એનાયત થયો. ઇન્દીરાબેન ગાંધીને તેના વડાપ્રધાન પદ દરમીયાન ભારતરત્ન મળ્યો. રાજીવજી ગાંધીને મૃત્યુ બાદ તુરંત ભારતરત્ન મળ્યો. પરંતુ સરદાર પટેલને તે કોંગ્રેસના શાસનમાં ન મળ્યો તે સૌ સમજી શકે છે.પટેલ વધુમાં જણાવે વે કે ૧૯૯૨ માં ચીમનભાઇ પટેલની કુશળ નેતાગીરીના કારણે ગુજરાતમાં કોંગે્રસની જબ્બર બહુમતિ મળી હતી. પરંતુ મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલના બદલે ઘનશ્યામભાઇ ઓઝાને ધાસાસભ્ય ન હોવા છતાં મુખ્યમંત્રી બનાવ્યા. ચીમનભાઇ પટેલે તેની તાકાત બતાવી અને તે સરકારને તોડીને તેઓ મુખ્યમંત્રી બન્યા પરંતુ તેમને નવનિર્માણના આંદોલન દ્વારા ઘરે બેસાડયા ત્યાર પછી ૧૯૮૦ પછીનું શાસનએ ખામથીયરીનું આવ્યું. જેમાં પાટીદારોની કોઇ ગણના જ ન હતી અને પાટીદાર વગર માધવસિંહભાઇ સોલંકી ૧૪૦ ઉપર બેઠકો મેળવીને ચુંટાયા. અને ત્યારથી પાટીદારો વગર પણ સરકાર ચલાવી શકાય તેમ જાણીને પાટીદારોને ધીરે ધીરે કોંગ્રેસથી વિમુકત કર્યા જે સીલ સીલો ૧૯૯૦ સુધી ચાલ્યો હતો.૯૦ના દાયકામાં ગુંડાગીરી ફાલીફૂલી હતી ગામમાં ખેડુતો સલામત ન હતા. ખેડુત આગેવાન પોપટભાઇ સોરઠીયાની આગેવાની હેઠળ ચીમનભાઇ શુકલ, સૂર્યકાંત આચાર્ય, શિવલાલભાઇ વેકરીની આગેવાની હેઠળ સૌરાષ્ટ્રમાં ગુંડાગીરી નાબુદી સમીતી બની અને તે સમીતી માફરતે ગામડાના લોકોને સહીયારો મળ્યો હતો.૧૯૯૦માં ચીમનભાઇ પટેલનો જનતાદળ (ગુ) અને ભાજપ વચ્ચે સીટોની વહેચણી કરીનેચુંટણી લડયા અને ગુજરાતની જનતાએ તેને પ્રતિસાદ આપ્યો અને ગુજરાતમાં ૧૪૦ જેટલી બેઠકો આ યુતિને મળી અને કોંગ્રેસનો સફાયો થયો ત્યારથી શરુ કરીને આજદિન સુધી કોંગ્રેસ પાટીદાર વિહોણી જ રહે અને ધસાતી ગઇ જે પાટીદાર નેતાઓ કોંગ્રેસમાં હતા તે કોંગ્રેસને પાટીદારો માટે કેવો પ્રેમ છે તે પણ સમાજ જાણે છ તેમ નિવેદનના અંતે પટેલ જણાવે છે.
Trending
- રાજુલા: ઘાતરવાડી ડેમ બચાવવા કવોરી લિઝો બંધ કરવા બુલંદ માંગ
- ગુજરાત પ્રવાસન વિભાગની અનોખી પહેલ; ફોટો ક્લિક કરો અને ઈનામ મેળવો
- 97 વર્ષ પહેલા રાજાશાહીના સમયમાં બનેલી જી.જી હોસ્પિટલનું 500 કરોડના ખર્ચે નવ નિર્માણ
- National Milk Day 2024 : જાણો શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ!
- ઘોર કળિયુગ! જમવા મુદ્દે ઝઘડો કરી કપુતે પોતાની જ વૃદ્ધ માતાને ઉતારી મોતને ઘાટ
- નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને ₹138 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી
- #ઘટે નઈ કઈ : મલ્હાર-પૂજાની સંગીત સેરેમનીમાં ગુજરાતી કલાકારોનો જમાવડો
- વ્યવસ્થા અને પરિસ્થિતિ અંગેનું માર્ગદર્શન આપતા પોલીસવડા પ્રેમસુખ ડેલુની