કોંગ્રેસના પૂર્વ સાંસદ મોહન ડેલકરે પાર્ટીમાંથી રાજીનામુ આપીને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતા આ બેઠક ૫ર ત્રિપાંખીયા જંગ નિશ્ચિત
લોકસભાની ચુંટણી આડે ગણતરીના દિવસો બાી છે ત્યારે કોંગ્રેસે ગઇકાલે તેના ઉમેદવારોની ૧૧મી યાદી જાહેર કરી છે જેમાં બે રાજયો અને સંઘ પ્રદેશની પાંચ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સંઘ પ્રદેશ દીવ-દમણ માટે કોંગ્રેસે યુવા દાવેદાર કેતન પટેલને ટીકીટ આપીછે. કેતન પટેલ કોંગ્રેસના પૂર્વ સાંસદ ડાહ્યાભાઇ પટેલના પુત્ર એ કેતન પટેલ એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસની દમણ જીલ્લાના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી ચુકયા છે.
આ બેઠક પર કોંગ્રેસની ટીકીટ માટે પ્રબળ દાવેદાર મનાતા પૂર્વ સાંસદ મોહન ડેલકરને કેતન પટેલની ટીકીટ જાહેરાત થાય તે પહેલા જ ખ્યાલ આવી ગયો હતો તેમ ગઇકાલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને આ બેઠક પર અપક્ષ લડવાની જાહેરાત કરી છે. જેથી આ બેઠક પર કોંગ્રેસ માટે મુશ્કેલી વધે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. અને ડેલકર ચુંટણી લડવા માટે થનગની રહ્યા હોય આ બેઠક પર ત્રિપાંખીયા જંગ થવાની જેનો સીધો ફાયદો ભાજપને થવાની સંભાવની રાજકીય નિરીક્ષકો જોઇ રહ્યા છે.
કોંગ્રેસની ૧૧મી યાદીમાં બીજા જે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગોવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીરીશ ચોંડાકરને ઉત્તર ગોવા બેઠક પર જયારે પૂર્વ મુખ્યમંત્રી ફાન્સીકો સરધીન્હાને દક્ષિણ ગોવાની બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જયારે છત્તીગઢમાં જયોત્સના મહેતાને કોબરા બેઠક પર અને પ્રતિમા ચાંદરકરને દુર્ગ બેઠક પર ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે.