કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના મુદ્દે અવિશ્વાસની દરખાસ્ત

કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવાના વિરોધમાં આજે કોંગ્રેસ વિધાનસભાના અઘ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી સામે ગૃહમાં અવિશ્વાસની દરખાસ્ત લાવશે.

જો કે ગૃહમાં ભાજપની બહુમતી હોવાના કારણે અઘ્યક્ષ સામે દરખાસ્ત મંજુર થાયતેવી સંભાવના ખુબ જ ઓછી છે.

વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન પ્રશ્ર્નોતરીકાળમાં ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમને બોલવાની તક આપવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો સાવરકુંડલાના કોંગી ધારાસભ્ય પ્રભાત દુધાતે નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલે માઇકથી માર માર્યો હતો.

આ ઉ૫રાંત રાજુલાના કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરે પણ ગૃહમાં હંગામો મચાવ્યો હતો.

લોકશાહીનું વસ્ત્રાહરણ કરતી આ ઘટનામાં વિધાનસભાના અઘ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને એકથી લઇ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડકરી દીધા હતા.જેના વિરોધમાં રાજયભરમાં ઠેર ઠેર ચકકાજામ અને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.

ભાજપના ધારાસભ્યો એ પણ ગૃહમાં ગાળો બોલાવી હંગામો મચાવી હંગામો મચાવ્યો હતો. છતાં અઘ્યક્ષે એક તરફી જ કાર્યવાહી કરતા કોંગ્રેસ લાલઘુમ થઇ ગયું હતું.

દરમિયાન આજે કોંગ્રેસ ગૃહમાં વિધાનસભાના અઘ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને અવિશ્વાસની દરખાસ્ત લાવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.