કોંગ્રેસ અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા સાથે જ રાહુલ ગાંધી નવી ટીમની જાહેરાત કરે તેવી શકયતા
દિવાળી બાદ રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધીની જગ્યાએ કોંગ્રેસ અધ્યક્ષની જવાબદારી સ્વીકારશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળે છે. કોંગ્રેસમાં હાલ ચૂંટણી પ્રક્રિયાની તૈયારી ચાલુ છે. રાહુલ ગાંધીની કોંગ્રેસ ઉપાધ્યક્ષ તરીકેની વરણી કોઈપણ જાતના વિરોધ વગર થશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ રાહુલ ગાંધી તુરંત નવી ટીમની જાહેરાત કરે તેવી શકયતા પણ છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના કારણે તેઓની નિમણૂંક અટવાઈ તેવી શકયતા પણ સેવાઈ રહી છે. કોંગ્રેસ વર્કીંગ કમીટી દ્વારા હાલ આ મામલે ચર્ચા વિચારણા ચાલી રહી છે. ગત મહિને અમેરિકાના પ્રવાસ દરમિયાન જ રાહુલ ગાંધીએ કોંગ્રેસનું કમાન સંભાળવાની તૈયારી દર્શાવી હતી. છેલ્લા બે થી ત્રણ દિવસથી રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નિમવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હાલ રાજકારણમાં સક્રિય નથી. તેમની જગ્યાએ તેમના પુત્ર રાહુલ ને જ અધ્યક્ષ બનાવવામાં આવશે. એકંદરે હાલના શહેજાદા આવતીકાલના શહેનશાહ બની રહ્યાં છે. કોંગ્રેસ વર્કીંગ કમીટીની બેઠક તા.૧૯ બાદ મળશે. ત્યારબાદ ચૂંટણીની તૈયારીઓ થશે.