ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવાની અશોક ગહેલોતની જાહેરાત: 2004 પછી નોકરી પર લાગેલા કર્મચારીઓને
જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાનું આયોજન: ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલની જાહેરાત
ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કે.સી. વેણુ ગોપાલે આજે પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરી છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે કોંગ્રેસ 1પમી સપ્ટેમ્બર પહેલા ઉમેદવારોના નામોની પ્રથમ યાદી જાહેર કરી દેશે. ચુંટણી જાહેર થાય તે પૂર્વ તમામ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવશે. વિધાનસભાની આગામી ચુંટણીમાં ત્રિપાંખીયો જંગ જામે તેવી સંભાવના રહેલી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે, ત્યારે ગુજરાતનો ગઢ શર કરવા અત્યારે રાજકીય પક્ષોમાં રીતસરની હોડ જામી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી નું સંપૂર્ણ ફોકસ ગુજરાતની ચૂંટણીઓ પર છે, ચૂંટણી વાયદામાં અત્યારે આમ આદમી પાર્ટીની ગાડી સૌથી વધુ પુર પાટ ઝડપે દોડી રહી છે.. હવે વાયદાની આ રેશમા કોંગ્રેસે પણ ઝુકાવ્યું હોય તેમ ગુજરાતના પ્રવાસે આવેલા કોંગ્રેસના દિગજ નેતા અશોક ગહેલોતે પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ની રચના થશે તો સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના નો લાભ આપવાની જાહેરાત કરી છે, તેમણે જણાવ્યું હતું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો 2004 પછી નોકરીએ લાગેલા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના નો લાભ આપવામાં આવશે
અશોક ગહેલોતે રાજ્યમાં આરોગ્યની સુવિધા સુધારવાની પણ વાત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે અત્યારે દેશભરમાં રાજસ્થાનનું આરોગ્યતંત્ર પ્રથમ નંબરે આવે છે, દેશભરમાં રાજસ્થાન જેવું આરોગ્યતંત્ર હોવું જોઈએ, ગુજરાતમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના નો લાભ મળવો જોઈએ તેવી માંગણીએ જોર પકડ્યું છે, અને તંત્રને અલગ અલગ યુનિયનો સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા અશોક ગહેલોતે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે જૂની પેન્શન યોજના નો લાભ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે, એક તરફ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી લાભ આપવાની જાહેરાતને રેવડી કલ્ચર ગણીને તેનો બૌદ્ધિક વિરોધ થઈ રહ્યો છે,
તો બીજી તરફ તમામ રાજકીય પક્ષો મતદારોને લાભ આપવાની વાત કરવામાં જરા પણ કંજૂસાઈ રાખતા નથી આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મેદાનમાં ઉતરવાની પૂરી તૈયારી કરી રહ્યું છે, અને વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખ્યો જન્મ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત પર ફોકસ તમામ રાજકીય પક્ષો ની અગ્રતા બની છે તેવા સંજોગોમાં કોંગ્રેસની સરકાર બનશે તો સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના નો લાભ આપવાની ચૂંટણીલક્ષી જાહેરાતે ભારે ચર્ચા જગાવી છે. રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોતે ગુજરાત માટે કરેલી જાહેરાતોમાં.ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા જ જનતાલક્ષી યોજનાઓનું અમલ રાજસ્થાન મોડલ – કોંગ્રેસ મોડલ જે દરેક જગ્યાએ લાગુ થશે મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના – તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર, રૂ. 5 લાખનો અકસ્માત વીમો. સહિતની યોજનાઓ નો અમલ કરવાની વાત કરીને અશોક ગહેલોતે ગુજરાતના ચૂંટણીના રાજકારણમાં કોંગ્રેસના એક્શન મોડ ની પ્રતીતિ કરાવી છે