ચુંટણી પરિણામ બાદ માયાવતી ભાજપ સાથે હાથ મિલાવવાના મુડમાં

રાજકારણમાં કોઈ દિવસ કોઈ શત્રુ નથી હોતો કે કોઈ દિવસ મિત્ર નથી હોતો માત્ર રાજકિય હિતો જ છુપાયેલા હોય છે ત્યારે ૨૦૧૯ની લોકસભાની ચુંટણી ખુબ જ મહત્વપૂર્ણ અને વિશેષ મહત્વ સાથેની યોજાઈ છે. ચુંટણી પહેલા જ ભાજપ પોતાનો તમામ ગઢ સાચવવા માટે અનેકવિધ પ્રકારે મહેનત કરી છે. જેમાં ગઠબંધનમાં કોંગ્રેસની સરખામણીમાં ભાજપ અવ્વલ નંબરે આવ્યું છે અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં ગ્રેસીંગમાં ફાફા પડે તેવું લાગી રહ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે, લોકસભા ચુંટણીનું પરીણામ શું આવે છે.

લોકસભાની ચુંટણીનાં સાતમાં તબકકાનાં મતદાનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે હવે ૨૩મી મેએ પરીણામ બાદ દેશનાં રાજકારણને અને તેમાં પણ ખાસ કરીને દિલ્હીની ગાદી માટે કોનો સિતારો ચમકશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેવા માહોલમાં એક જમાનાનાં માયાવતીનાં જમણા હાથ ગણાતા અને ગયા વર્ષે કોંગ્રેસમાં જોડાયેલા નશ‚દીન સીદીકીએ ધડાકો કર્યો છે કે, ચુંટણી પછી માયાવતી દબાણવશ થઈને ભાજપ સાથે હાથ મિલાવી લેશે. સીદીકીનાં જણાવ્યા અનુસાર સમાજ વાદી પાર્ટી પાસે કેન્દ્ર અને યુપીમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા વિના છુટકો નથી. બસપા પ્રમુખ ભુતકાળમાં પણ ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. ૨૩મી મે પછી કદાચ આ દબાણ આવે અને ભાજપ સરકારનો ભાગ બને તો નવાઈ નહીં.

ભાજપ પક્ષ ચુંટણી પહેલા જ પોતાનું નેટવર્કિંગ વધુને વધુ મજબુત કર્યું હતું. ઓરીસ્સા સહિતનાં અનેક રાજયોમાં કયાંકને કયાંક આડકતરી રીતે ભગવો લહેરાય તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. મહાગઠબંધનની વાત કરવામાં આવે તો ગઠબંધન કરતા તમામ રાજકિય પક્ષો દરેક પક્ષ માટેનું પેકેજ મળતું હોય છે ત્યારે નાના પક્ષો જયારે મોટા પક્ષોને જ‚રીયાત પ્રમાણે ટેકો આપે ત્યારે તેનું એક પેકેજ પણ નિર્ધારિત કરવામાં આવતું હોય છે ત્યારે ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં આંધ્રપ્રદેશ, તેલગંણા સહિતનાં વિસ્તારોની વાત કરવામાં આવે તો તે પણ ભાજપ સાથેના ગઠબંધનમાં જોડાશે તો નવાઈ નહીં. જગમોહન રેડ્ડી હોય કે માયાવતી તેઓએ ભાજપ સાથે જ હાથ મિલાવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકારણમાં કોઈ વસ્તુ અશકય નથી હોતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.