ધોરાજી ઉપલેટા વિધાન સભા ચુંટણી મા ભાજપ ના ઉમેદવાર હરી ભાઈ પટેલ અને કોંગ્રેસ ના ઉમેદવાર લલિત વસોયા ની સીધી ટકકર હતી ધોરાજી ઉપલેટા વિધાન સભા ની ચુંટણી મા કાંટે કી ટકકર જોવાં મળશે તેવું લાગતું હતું.
મતગણતરી થતાં ચીત્ર સ્પષ્ટ થઈ ગયું અને ધોરાજી ઉપલેટા વિધાન સભા ચુંટણી માં ધોરાજી ના સ્થાનિક ઉમેદવાર એવાં લલિત વસોયા ની જીત નિશ્ચીત થઈ ત્યારે વધું લીડ થી જીત મેળવી હતી ધોરાજી મા ખુશી નો માહોલ જોવા મળી રહ્યો હતો અને આ લલિત વસોયા ની જીત ને ધોરાજી ઉપલેટા ના લોકો એ હર્ષ ભેર વધાવી લીધી હતી.
લલિત વસોયા ના કાર્યાલય પણ આગેવાનો તથા કાર્યકર્તા ઓ તથા સ્નેહી જનો તથા મિત્ર મંડળ નો શુભેચ્છાઓ નો વરસાદ વરસાવ્યો હતો ત્યારે લલિત વસોયા એ પોતાના માતાજી ના આર્શીવાદ મેળવ્યાં હતાં અને ત્યાર બાદ ધોરાજી ના સ્ટેશન રોડ પર તેમનાં કાર્યાલય એથી ધોરાજી શહેર ના વિવિધ માર્ગો પર વિજય સરઘસ નીકળ્યું હતું ડીજે ના તાલે તથા ફટાકડાં ફોડી આ જીત ને વધાવી લીધી હતી તથા ઠેર ઠેર લલિત વસોયા નું સ્વાગત કરાયું હતું આ વિજય સરઘસ માં બહોળી સંખ્યામાં કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા
અને આ લલિત વસોયા એ લોકો નો આભાર વ્યકત કર્યો હતો ધોરાજી ઉપલેટા વિધાન સભા માં ગત ચુંટણી મા ભાજપ ના ઉમેદવાર પ્રવિણ માકડીયા જીત્યા હતા પણ આ વખતે કોંગ્રેસે આ સીટ આંચકી લીધી છે કારણો જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી ભૂગર્ભ ગટર ખાડા રોડ રસ્તા કાદવ કિચડ પાણી પ્રશ્ને લઈને ધોરાજી મા ઘણાં આંદોલનો ચક્કાજામ તથા પોસ્ટર જેવા અનેક કાર્યક્રમો થયા હતા વકિલ મંડળ તથા આમ જનતા તથા કોંગ્રેસ દ્વારા ઘણી લડત અપાઈ હતી.