વિંછીયા તાલુકા પંચાયતમાં એક બેઠકની જગ્યા ખાલી પડેલ જેનું પરીણામ આવતા આ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર દયાબેન મુકેશભાઈ તલસાણીયાનો ૪૨૫ મતે ભવ્ય વિજય થતા કોંગ્રેસમાં દિવાળી પહેલા જ રોશની છવાઈ હતી.
અમરાપુર બેઠકના અગાઉના ઉમેદવાર મંજુબેન વાછાણી તાજેતરમાં સરપંચની ચુંટણીમાં વિજેતા બનતા આ ખાલી પડેલી તાલુકા પંચાયતની એક બેઠકમાં કોંગ્રેસ તરફથી દયાબેન તલસાણીયાને ૧૩૯૮ ભાજપ તરફથી શિલ્પાબેન વાછાણીને ૯૫૩ મત મળેલા હતા તેથી કોંગ્રેસના ઉમેદવાર દયાબેન જીતી જતા ભાજપમાં નિરાશા અને કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ રહ્યો હતો.