શું બ્રાહ્મણો સિવાય અન્ય હિન્દુ જ્ઞાતિઓને બોલવાનો હકક નથી?

લોકસભાની ચુંટણીને બસ ગણતરીનાં જ મહીનાઓ બાકી રહ્યા છે. ત્યારે બે રાજયોની ચુંટણીને લઇ ભાજપ અને કોગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે. ત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષ ફરી વિવાદમાં સાપડયો છે. કહી શકાઇ કે ચુંટણી પહેલા કોંગ્રેસનાં જે દિગ્ગજો કહેવાઇ તે બફાટ કરી રહ્યા છે.

એવી જ એક ઘટના સામે આવી જેમાં કોંગ્રેસના ઉચ્ચગમના નેતા સી.પી.જોષીએ નરેન્દ્ર મોદી, ઉભા ભારતી અને સાઘ્વી રૂતુમભરા દેવી ઉપર આપેક્ષ લગાડતા જણાવ્યું હતું કે, માત્ર  બ્રાહ્મણો જ હિન્દુ ધર્મ વિશે બોલી શકે છે., નહિ કે નરેન્દ્ર મોદી કે ઉમા ભારતી જેવી આ કથીત નિવેદન થી વિવાદ ઉભો થયો છે.

કોંગ્રેસનાં નેતા જોષીએ જણાવ્યું હતું કે માત્ર બ્રાહ્મણો જ હિન્દુ ધર્મ વિશે બોલવા સક્ષમ છે. નહિ કે કોઇ અન્ય ભાજપનાં ધારાસભ્ય હર્ષ સંધવીના ટિવટ બાદ જોષીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી, ઉમા ભારતી અને સાઘ્વી રૂતુમ્ભરા દેવીને હિન્દુ ધર્મ વિશે બોલવાનો કોઇ જ અ અધિકારી નથી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ઉમા ભારતી કયાં જ્ઞાતિનાં છે તે કોને ખબર છે? કે પછી વાત સાઘ્વી રૂતુમ્ભરા દેવીની હોઇ તો તે બ્રાહ્મણને છે અને પંડીતોને છે. આશ્ર્ચર્ય એ થાય છે કે ઉમા ભારતી કે જેવો લોધ સમાજનાં છે, તે પણ હિન્દુ ધર્મ વિશે વાતો કરે છે. જયારે સાઘ્વીજી અને નરેન્દ્ર મોદી પણ હિન્દુ ધર્મ પર બોલતા ખુબ આશ્ચર્ય થાય છે.

કોંગ્રેસ નેતાઓ જયારે નરેન્દ્ર મોદીની વાત કરતા હોઇ છે. ત્યારે ધર્મને સંબોધી વાત કરતા હોઇ છે. પરંતુ આ વખતે રેફરન્સ જ્ઞાતિને લઇ લેવામાં આવ્યો હતો. જયારે કોંગ્રેસના કમલનાથે મઘ્યપ્રદેશમાં જણાવ્યું હતું કે જો ૯૦ ટકા મુસ્લિમ લોકો મતદાન કરશે તો કોંગ્રેસ ચુંટણી જીતી જશે.

ત્યારે ભાજપએ ઇલેકશન કમીશન સમક્ષ પીટીશન દાખલ કરી હતી. કમલનાથ વિરુઘ્ધ એટલે કયાંકને કયાંક કહી શકાય કે કોંગ્રેસ શું કરવા માંગે છે તે નકકી નથી કરી શકતી પરંતુ આ કોંગ્રેસમાં વિવાદો લોકસભાની ચુંટણીમાં શું પરિણામ લાવશે તે તો આવનારો સમય જ બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.