રાજ્યના ૯૩ લાખ પરિવારો ગેસ સબસિડીથી વંચિત: બાકી સબસિડી સત્વરે ચૂકવી, નિયમિત ચૂકવવા વ્યવસ્થા કરો: કોંગ્રેસ
કેન્દ્ર સરકાર દ્વારા ગેસ ગ્રાહકોને બાટલા દીઠ આપવામાં આવતી સબસીડી છેલ્લા ત્રણ-ચાર મહિનાથી કોઈપણ જાહેરાત વગર બંધ કરી દેવામાં આવી છે. આ સબસીડીની રકમ ગેસ ગ્રાહકોના ખાતામાં સત્વરે જમા આપવા તથા નિયમિતરૂપે જમા થાય તેવી માંગણી સાથેનું આવેદનપત્ર જામનગર મહિલા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટર મારફત રાજયના મુખ્યમંત્રીને પાઠવ્યું છે.
છેલ્લા અગિયાર મહિનામાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના બાટલામાં ભાવ કુદકે અને ભૂસકે આગળ વધી રહ્યાં છે, સમગ્ર દેશમાં અને રાજયમાં મોંઘવારીએ માઝા મૂકી છે. રાજ્યમાં ત્રણ મહિના સુધી ચાલેલા લોકડાઉનથી નાના અને ગરીબ પરિવારોએ તેમની રોજગારી ગુમાવી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ, કરીયાણાથી માંડી ખાદ્ય તેલ સુધીના ભાવ વધારાએ મધ્યમ વર્ગ પરિવારોને ઘર કેમ ચલાવવું તે પ્રશ્ન મુંઝવી રહ્યો છે. તેવી પરિસ્થિતિમાં પડ્યા પર પાટું સમાન ગુજરાત રાજયમાં ૯૩ લાખથી વધારે પરિવારોને તેમની રોજગારી ગુમાવી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ, કરીયાણાથી માંડી ખાદ્ય તેલ સુધીના ભાવ વધારાએ મધ્યમ વર્ગ પરિવારોને ઘર કેમ ચલાવવું તે પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. તેવી પરિસ્થિતિમાં પડ્યા પર પાટું સમાન ગુજરાત રાજયમાં ૯૩ લાખથી વધારે પરિવારોને મે-જૂન-જુલાઈ (ર૦ર૦) થી ગેસની એજન્સીઓ દ્વારા ગેસના બાટલામાં પૂરેપૂરા પૈસા વસુલવામાં આવે છે. સરકાર દ્વારા સબસીડી સ્વરૃપે ગેસના બાટલામાં સરેરાશ રૂ. ૧૪૦ થી ર૦૦ સુધીની મળવાપાત્ર રકમમાંથી એક ફદિયું પણ સરકાર દ્વારા લાભાર્થીના ખાતામાં જમા આપવામાં આવ્યું નથી, અને ઉપરથી જે બાટલો સપ્ટેમ્બર-ર૦૧૯ ના રૂ. પ૮પ માં મળતો હતો તે જુલાઈ ર૦ર૦ માં રૂ. ૭૦૦ ની સપાટીએ પહોંચવા આવ્યો છે, ત્યારે જનતા ગેસના ભાવ વધારાથી ત્રસ્ત બની છે, અને સરકાર દ્વારા મળવાપાત્ર સબસીડીની રકમ લાભાર્થીને ન મળતા ગરીબ માણસ પીસાઈ રહ્યો છે.
એકબાજુ સરકાર મફતમાં ઘઉં-ચોખા અને ચણાનું વિતરણ કરે છે. જ્યારે બીજી તરફ એજ સરકાર અસહ્ય મોંઘવારીની ડામ આપી પેટ્રોલિયમ પેદાશો અને ગેસના બાટલાના ભાવ વધારા કરી જનતાના ખિસ્સા ખંખેરી રહી હોય તેવી વેદના રાજેયનો સામાન્ય માણસ અનુભવી રહ્યો છે ત્યારે રાજયના ૯૩ લાખ પરિવારોને રાંધણ ગેસના બાટલામાં મળવાપાત્ર સબસીડીની રકમ તાત્કાલિક ધોરણે લાભાર્થીઓના ખાતામાં જમા થાય અને ગેસ એજન્સીઓ દ્વારા પણ આ પ્રકારના લાભાર્થીઓને સાચી માહિતી પૂરી પાડવામાં આવે, કેટલીક એજન્સીઓ દ્વારા લાભાર્થીઓ સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે, ત્યારે જે-તે જિલ્લાના પુરવઠા અધિકારી મારફત આનું સતત મોનીટરીંગ થવું જોઈએ અને ગરીબ અને મધ્યમવર્ગીય, સામાન્ય માણસને સરકાર તરફથી પરેશાની ન થાય અને તેને મળવાપાત્ર તેનો હક્ક અને લાભ તાત્કાલિક પ્રાપ્ત થાય તેવી કાર્યવાહી કરવા મહિલા કોંગ્રેસના પ્રમુખ રંજનબેન ગજેરાની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે.