- કોંગ્રેસની જુદી જુદી ટીમો વિવિધ વિસ્તારમાં ફરીને લોકો વેપારીઓ, રાહદારીઓના ગેમ ઝોન અંગે મેળવ્યા અભિપ્રાયો: પ્રોજેક્ટ રદ નહીં થાય તો બુધવારે કોંગ્રેસના ધરણા
- શહેર કોંગ્રેસ દ્વારા અભિપ્રાય માટે હેલ્પલાઇન મો. 83204 13448 કરાયો જાહેર
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાવડ રોડ પર બ્રિજ નીચે જોખમી ગેમ ઝોન પ્રોજેક્ટ રદ કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ આ અંગે કોઈ જાતનો પ્રત્યુતર ન મળતા રાજકોટના કાલાવડ રોડ ઉપર ગેમ ઝોનની પાસે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સવારથી જ લોકોના, વેપારીઓના, વિદ્યાર્થીઓના અવરજવર કરતા શહેરીજનોના બ્રિજ નીચેના ગેમ ઝોન સાકાર થવો જોઈએ કે નહીં તે અંગેના અભિપ્રાયો મેળવવામાં આવેલ હતા તેમાંથી 98 ટકા લોકો ગેમ ઝોન બ્રિજ નીચેની બદલે અન્ય સ્થળે બને તે જરૂરી છે અને બ્રિજ નીચે અને અહીંયા ટ્રાફિકની સમસ્યા થાય તેમ હોવાને પગલે નકારાત્મક રિપોર્ટ આપેલ છે. મ્યુનિસિપલ કમિશનર સાઇટ વિઝીટ કરી લોકોના વેપારીઓના અને આજુબાજુના રહેવાસીઓના અભિપ્રાયો મેળવી અને ગેમ ઝોનનો પ્રોજેક્ટ રદ કરવા જણાવ્યું હતું આ ઉપરાંત ગેમ ઝોનનો પ્રોજેક્ટ રદ કરવા અંગે આંદોલનના શ્રી ગણેશ કરતા જુદી જુદી ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં અને વેપારીઓ પાસે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓ પાસે અભિપ્રાય અંગેના ફોર્મ ભરાવી કલેક્શન કરેલ હતું. અને રાજકોટના કોઈપણ નગરજનો પોતાનો અભિપ્રાય આ ગેમ ઝોન અંગે આપવા માગતા હોય તો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સાથે રહેલ ફોર્મ ભરી અને હેલ્પલાઇન નંબર 83204 13448 પર પણ પોતાનો અભિપ્રાય કોંગ્રેસ સમિતિને મોકલી આપી શકે છે. લોકોના કહેવા મુજબ પ્રોજેક્ટ અંગે શાસકોએ બ્રિજ નીચે ગેમ ઝોનનો પ્રોજેક્ટ બનાવી બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. અને સ્થાનિક રહેવાસીઓમાં પણ ભારે આક્રોશ છે.
લોકોની નારાજગી હોવા છતાં શાસકોના લાભાર્થે જ્યારે ગેમ ઝોન બની રહ્યો છે. તે પ્રોજેક્ટ રદ કરવા અંગે તબક્કા વાર કાર્યક્રમો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવશે અને તારીખ 29/1 ને બુધવારે સવારે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
જેમાં સ્થાનિક રહેવાસીઓ અને તેના વેપારીઓ અને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે.
પ્રોજેક્ટ રદ કરવા અંગે શાસકો વિરુદ્ધ ભારે સૂત્રોચાર કરવામાં આવેલ હતા. આજના કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી ની આગેવાની હેઠળ, વશરામભાઈ સાગઠીયા, મહેશભાઈ રાજપુત, ડોક્ટર હેમાંગ વસાવડા, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
ટ્રાફિકગ્રસ્ત વિસ્તારમાં ગેમ ઝોન બનાવવું કેટલું યોગ્ય: અશોકસિંહ વાઘેલા
અબતક સાથેની વાતચીત દરમિયાન અશોકસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે,રાજકોટ મહાનગરપાલિકાના ચેરમેન હોય મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી હોય કે પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું અણસમજૂર રીતે જે નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેનું ઉદાહરણ લોકોની સામે જ છે. ટ્રાફિક વાળા વિસ્તારમાં જે ગેમ્સ બનાવવામાં આવી રહ્યું છે કેટલું યોગ્ય છે જેના લીધે કેટલા પ્રકારની જાનહાની બની શકે છે કેટલા બાળકોનો જીવ પણ જોખમમાં મુકાઈ થયો છે તેવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે.
ગેમઝોનને લીધે લોકોને ખૂબ હાલાકી ભોગવી પડશે : હેમાંગ વસાવડા
અબતક સાથેની વાતચીત દરમિયાન હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે,રાજકોટ કે કેવી ચોક ખાતે જે ગેમઝન બનાવવામાં આવી રહ્યું છે તે બિલકુલ અયોગ્ય વાત છે. અવ્યવસ્થા સર્જાય તે માટે ગેમ્સ બનાવવામાં આવી રહ્યું છે. આ ગેમઝોનને લીધે લોકોને ખૂબ હાલાકી ભોગવી પડશે. કોમર્શિયલ વ્યવસ્થા જેવી કે પાણીની વ્યવસ્થા પાર્કિંગની વ્યવસ્થા જેવી હોવી જોઈએ તેવી જગ્યાએ ગેમઝોન બનાવવામાં આવી રહ્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કરી રહ્યા છે. રાજકોટની જનતાની સાથે રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા આ ગેમ ઝોન હટાવવાની માંગણી કરી રહ્યા છે
ટીઆરપી કાંડ જેવી ઘટના પુન: બનશે તો જવાબદાર કોણ ? અતુલ રાજાણી
અબતક સાથેની વાતચીત દરમિયાન અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે,રાજકોટ મહાનગરપાલિકાના શાસકોએ સામે આક્ષેપો કર્યા હતા . આ વિસ્તારમાં અકસ્માતના બનાવો ખૂબ જ બને છે ગેમ ઝોન બનાવે એ સારી બાબત છે પણ તેમાં કોંગ્રેસ પક્ષ ટેકો આપવા પણ તૈયાર છે. રાજકોટ મહાનગરપાલિકા પાસે પ્લોટ પણ છે ગ્રાઉન્ડ પણ છે ,તે જગ્યા ઉપર ગેમઝોન બનાવે જેથી કોઈ દુર્ઘટના નો પ્રશ્ન બની રહી નહીં. અને રાજકોટની જનતા સુરક્ષિત રહે અને ટ્રાફિકની સમસ્યાઓ ઓછી થાય. કોંગ્રેસ પક્ષની એક જ માંગણી છે કે આ પ્રોજેક્ટ અહીંથી રદ કરવામાં આવે.