પક્ષમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા પ્રદેશ કોંગ્રેસનો નિર્ણય: સેક્રેટરી ન હોવા છતા લેટરપેડનો ઉપયોગ કર્યાનો આક્ષેપ
રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષના કાર્યકર તુષિત પાણેરી પાર્ટીને નુકશાન પહોચે તેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય જેથી તેઓને પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કર્યા છે. મહેશ રાજપુતે તુષિત પાણેરીને સસ્પેન્ડ કરતા લેખિતમાં જણાવ્યા મુજબ વોર્ડ નં. ૧૦ના કાર્યકર છો તેમજ વિચારમંચના તમો હોદેદારો હોય તેવું વોર્ડના પ્રમુખ સાથે ચર્ચા થયા મુજબ માલુમ પડેલ છે.
તમો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરીનો હોદો ન ધરાવતા હોવા છતાં આપે આપના ફેસબુક એકાઉન્ટની અંદર આપની આઈ.ડી.માં સેક્રેટરી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ગુજરાત દર્શાવે છે જે ગેરકાયદેસર છે. સેક્રેટરીનો હોદો ન ધરાવતા હોવા છતા સેક્રેટરી લખેલ લેટર પેડ પણ છપાવેલ છે. અને આ લેટરપેડનો તમો ઉપયોગ કરી રહ્યા છો જે ગેરકાયદેસર છે. અને પાર્ટીની છબી ખરડાય તેવી પ્રવૃત્તિ કરેલ છે તમો સેક્રેટરી ન હોવા છતા આ લેટરપેડનોઉપયાગે કરી રહ્યા છો જેથી તમોએ પાર્ટીની શિસ્તતાનુંપાલન કર્યું નથી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમો હોદેદાર ન હોવા છતા તમો સેક્રેટરી હોવાની ઓળખાણ આપતા હોય ત્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પાર્ટીમાં કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહી તેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચારમંચના ચેરમેન ઉમાકાંતભાઈ માકડની સંમતીથી તમોને કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે ત્રણ વર્ષ માટે તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. અને હવે પછી તમો કોંગ્રેસ પક્ષના હોદાનો ઉપયોગ કોઈપણ જગ્યાએ ઉપયોગ કરશોનહી અને જો કરશો તો આપની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ અંતમાં જણાવ્યું છે.