રાજુલા તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાંથી ભાજપ પાસે ૧૧ જયારે કોંગ્રેસ પાસે ૮ બેઠક
રાજુલા-જાફરાબાદમાં ત્રણ-ત્રણ બેઠકોની તાલુકા પંચાયતની પેટાચુંટણી યોજાયેલ હતી. જેમાં બંને તાલુકાઓમાં બે-બે ભાજપને અને ૧-૧ અપક્ષોને ફાળે બેઠકો ગયેલ છે. જયારે કોંગ્રેસને ફાળે એક પણ બેઠક આવેલ નથી. આમ પેટાચુંટણીમાં ૫ક્ષ પલ્ટો કરનારાઓનો કણ રકાસ થયેલ છે. રાજુલા તાલુકા પંચાયતમાં ત્રણ સભ્યો ભેરાઈ સીટ, ધારેશ્વર સીટ અને મોરંગી સીટનાં સભ્યો ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ગયેલા ત્યારે તેઓને પક્ષાંતર ધારા મુજબ સસ્પેન્ડ કરવામાં આવતા આ પેટાચુંટણી યોજાયેલ. જેમાં ભાજપ પાસેથી ભેરાઈ સીટ અપક્ષને ફાળે ગયેલ છે. આ સીટમાં ભેરાઈ ગામ સૌથી મોટું ગામ હોવા છતાં આ ગામને એક પણ પાર્ટીએ ટીકીટ નહીં આપતા ભરતભાઈ નકાભાઈ રામ (રેસ) દ્વારા પોતાના માતુશ્રી ઉભા રાખતા જીવણીબેન નકાભાઈ રામ (અપક્ષ) ઉમેદવાર વિજયી બનેલા આ જીતમાં ભેરાઈ ગામની સૌ જ્ઞાતિઓ સાથે મળીને વિજય થયેલ છે.
આમ રાજુલામાં માંડણ બેઠક પર જમાલભાઈ મુબારકભાઈ મકવાણા તથા ભેરાઈ સીટ પર જીવણીબેન નકાભાઈ રામ તથા ધારેશ્વર બેઠક પર મીનાક્ષીબેન ગુણવંતભાઈ વિંઝુડા વિજેતા થયેલ છે. જાફરાબાદ તાલુકા પંચાયતમાં શિયાળબેટ તથા લોઠપુર બેઠક ભાજપને ફાળે ગયેલ છે અને મીતીયાળા બેઠક અપક્ષને ફાળે ગયેલ છે. જેમાં જયાબેન સોલંકી (અપક્ષ) મીતીયાળા જયારે લોઠપુર બેઠક પર મંજુબેન રાઠોડ (ભાજપ) તથા શિયાળબેટ બેઠક પર શિવાભાઈ શિયાળ (ભાજપ) ચુંટાયેલા છે. આમ હવે રાજુલામાં તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાંથી ભાજપ પાસે ૯+૨=૧૧ થયેલ છે. જયારે કોંગ્રેસ પાસે ૮ બેઠક છે અને અપક્ષ પાસે ૧ બેઠક છે. આમ હાલમાં ભાજપ બહુમતી ધરાવે છે.