સરદાર પટેલએ દુનિયાનું એવું વ્યકિતત્વ છે કે જેની સરખામણી કોઇ સાથે ન કરી શકાય: ગોવિંદભાઇ પટેલ

કોંગ્રેસની કઠપૂતળી એવા હાર્દિકની સેકસ સીડી જયારે સોશિયલ મીડિયા થકી સમાજ સામે આવી અને ખુલ્લી થઇગઇ છે ત્યારે પણ પોતાના એજન્ટને છાવરવામાં કોંગ્રેસને કોઇ જ છોછ નથી અને પોતાના એજન્ટના જધન્ય કૃત્ય સામે પણ ગુલબાંગો ફૂંકીને કોઇપણ સમાજના નહિ પરંતુ સમગ્ર દેશના વંદનીય અને સન્માનીય વ્યકિતત્વ એવા સરદાર વલ્લભભાઇ પટેલના ડી.એન.એ. સાથે સરખામણી કરી રહી છે. જે બાબતે સમગ્ર દેશમાં કોંગ્રેસના આવા બેજવાબદાર નિવેદનના પગલે ફીટકાર વરસી રહ્યો છે. રોષની આ લાગણી સાથે આજરોજ રાજકોટના કોર્પોરેશન ચોકમાં શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના પૂતળા દહનનો આક્રોષ પૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પૂતળા દહનના આ કાર્યક્રમના આગેવાનો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ એ કોંગ્રેસની રમતી મૂકેલી કૂકડી અને કઠપૂતળી છે તે હવે સાબિત થઇ ચૂકયું છે. તેમજ પાટીદાર સમાજમાં અનામતના નામે એકઠા કરેલા પૈસા શરાબ અને શબાબમાં જ ઉડાવવામાં આવે છે એ હવે ખુલ્લુ પડી ગયું છે. હાર્દિકની મીડિયામાં વાઇરલ થયેલ સીડી બાબતે ભાજપને કશો જ સંબંધ નથી પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહેલ માત્ર ભારતના જ નહિ પરંતુ સમગ્ર વિશ્ર્વના વંદનીય નેતા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના ડી.એન.એ. ગણાવી સરદારનું અપમાન કર્યુ છે જેને ગુજરાતની પ્રજા કોઇપણ રીતે સાંખી નહી લે.આ તબકકે રાજકોટ વિધાનસભા-૭૦ ના પટેલ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે આક્રોશ સાથે જણાવેલ કે, સરદાર પટેલએ એવું વ્યકિતત્વ છે કે જેથી સાથે દુનિયામાં કોઇપણ વ્યકિતને સરખાવી ન શકાય. દેશના આ વિરલ વ્યકિતના ડી.એન.એ. સાથે હાર્દિક જેવા સમાજને ગેરમાર્ગે દોરનાર અને જ્ઞાતિ વૈમનસ્ય ઊભું કરનાર હાર્દિક પટેલની સરખામણી ખુબ જ ધન્ય બાબત છે. પટેલ સમાજ કે ગુજરાતની પ્રજા આ કોઇપણ રીતે સ્વીકારી શકે તેમ નથી અને આગામી ચુંટણીમાં કોંગે્રસને આનો જડબાતોડ જવાબ આપશે.હાર્દિક પટેલે પોતાના કાળા કરતૂતોને ખુલ્લા પડી ગયા બાદ બેશર્મ થઇ મીડીયા સમક્ષ આ ગુજરાતની મહીલાઓનું અપમાન છે તે બાબતે રાજકોટ પશ્ર્ચિમના મહીલા ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ જણાવેલ હતું કે કોંગ્રેસ દ્વારા ગુજરાતની શાંતિને ડહોળવા છેલ્લા ઘણા સમયથી છુપી રીતે ચલાતા ષડતંત્રનો પર્દાફાશ થયો છે. હાર્દિક પટેલના આવા કૃત્યએ પાટીદાર સમાજની સાથો સાથ ગુજરાતની પ્રજા સાથે પણ દ્રોહ કર્યો છે. અને આવનાર સમયમાં કોંગ્રેસને જવાબ મળી રહેશે.ભાજપના પ્રદેશ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજે પણ ગુજરાતની અસ્મિતાને બદનામ કરવાના તેમજ ગુજરાતની ધરોહર અને વિશ્ર્વ નેતા સરદાર વલ્લભભાઇ પટેલને બદનામ કરવાના કોંગ્રેસના હીન પ્રયાસને વખોડતા જણાવેલ કે, સરદાર વલ્લભભાઇ પટેલે એ કોઇ એક સમાજના નહિ પરંતુ સમગ્ર દેશના નેતા છે. સમગ્ર દેશ જેને વંદન કરે છે તેની સરખામણી કાળા કૃત્ય કરનારની સાથે કરાતાં ગુજરાતની પ્રજા આગામી સમયમાં આનો જડબાતોડ જવાબ આપશે.રાજકોટના કોર્પોરેશન ચોકમાં શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના પૂતળા દહનના કાર્યક્રમમાં ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, દલસુખભાઇ જાગાણી, મીનાબેન પારેખ, કિરણબેન સોરઠીયા, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મનીષ ભટ્ટ, કેતન પટેલ, મહેશભાઇ રાઠોડ, વિક્રમ પૂજારા, રઘુભાઇ ધોળકીયા જયોત્સનાબેન હળવદિયા અનિલભાઇ પારેખ સહીતના બહોળી સંખ્યામાં કાર્યક્રરો અને રાજકોટની પ્રજા ઉમટીપડી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.