બુથ લેવલે ત્રણ લાખ કાર્યકરોને ઉતાર્યા પણ ૨૩ બેઠકો ઉપર હારી જ જશુ તેવું માની અવગણી
વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના સ્ટાર પ્રચારકો મેદાને ઉતર્યા છે. કોંગ્રેસે પ્રથમ વખત ગ્રાસ ‚ટ પર પકડ બનાવવા પ્રયત્નો કર્યા છે. પરંતુ આ પ્રયત્નોનું વિશલેષણ કરતા કોંગ્રેસે હાર સ્વીકારી લીધી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા ૧૮૨ મત ક્ષેત્રો પૈકીના ૧૧૪ મત ક્ષેત્રોના ૨૫૦૦૦ બુથ પર બુથ લેવલના ૩ લાખ કાર્યકરોની નિમણૂંક કરી છે. માટે કોંગ્રેસમાં તમામ મત ક્ષેત્રો ઉપર વિજય માટેનો વિશ્ર્વાસ ન હોવાનું જણાય આવે છે.
કોંગ્રેસ માટે નિવૃત આઈપીએસ અધિકારી કુલદિપ શર્માએ ગ્રાસ ‚ટ પર તાકાત વધારવાના પ્રયત્નો કર્યા છે. તેમની ગણતરી અનુસાર ૧૮૨ વિધાનસભા બેઠકોમાંથી ૨૮ બેઠકો એવી છે જયાં કોંગ્રેસને જ સત્તા મળે તેવી આશા છે. જયારે ૨૩ બેઠકો એવી છે જયાં પરાજય જ મળશે તેવો વિશ્ર્વાસ છે. કોંગ્રેસની આ પ્રકારની ગણતરી તેના આત્મવિશ્ર્વાસમાં ગાબડુ દર્શાવી રહી છે.
કોંગ્રેસના ત્રણ લાખ બુથ લેવલના કાર્યકરો છે. જયારે ભાજપે ૫૦૨૧૬ બુથ પર અંદાજીત પાંચ લાખ બુથ લેવલના કાર્યકરોને કામમાં લગાવી દીધા છે. આ સંખ્યા કોંગ્રેસ કરતા વધુ છે. ઉપરાંત ભાજપની ગણતરી તમામ બેઠકો ઉપર જીત મેળવવાની છે. પરિણામે કોંગ્રેસ કરતા ભાજપનો વિજય વિશ્ર્વાસ અનેકગણો વધુ જણાય રહ્યો છે. ભાજપનો ડોર ટુ ડોર પ્રચાર પણ કોંગ્રેસ કરતા વધુ અસરકારક છે. અધુરામાં પૂરું ઉત્તરપ્રદેશની ચૂંટણીના પરિણામો પણ કોંગ્રેસ માટે હિતમાં નથી. ભાજપની જીત ગ્રાસ ‚ટ પર ગોઠવેલી મશીનરીના કારણે છે જે ઉભી કરવામાં કોંગ્રેસ અત્યાર સુધી નિષ્ફળ રહી છે.