• અનિલ મારૂ હાય…હાયના સુત્રોચ્ચાર
  • કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારનું ટર્ન ઓવર કરોડો રૂપિયા, આર્કિટેક્ટસ અને સિવિલ એન્જિનિંયર જ મોટા દલાલ-વચેટીયા: અતુલ રાજાણી

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં ચાલતો બેફામ ભ્રષ્ટાચાર બંધ કરાવવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના હોદેદારોની માંગણી છે. આરએમસી હવે જાણે રાજકોટ કરપ્શન કોર્પોરેશન બની ગયુ હોય તે હદે પ્રતિષ્ઠા ખરડાઈ ગઈ છે. લોકો હવે કોર્પોરેશનમાં પૈસા આપ્યા વિના કામ થશે નહીં તેવું માનવા લાગ્યા છે. કોંગ્રેસ દ્વારા આજે ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં ગંગાજળનો છંટકાવ કર્યો હતો અને લાંચની જવાબદારી સ્વિકારી પદાધિકારીઓએ રાજીનામા આપી દેવા જોઇએ તેવી પણ માંગ કરી છે.

મ્યુનિસિપલ કમિશનર તરીકે ડી.પી.દેસાઈએ ચાર્જ સંભાળ્યા બાદ પણ શહેર કોંગ્રેસ સમિતિએ વિસ્તૃત આવેદનપત્ર પાઠવી તેમને જાણ કરી હતી. ફાયર એનઓસી આપવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ લાખો રૂપિયા લાંચ પેટે વસુલી રહ્યા છે અને ભ્રષ્ટાચારનું વાર્ષિક ટર્નઓવર કરોડો રૂપિયામાં પહોંચ્યું છે છતાં કોઈપણ પગલા લેવાયા નથી. અગ્નિકાંડની દુર્ઘટના, સાગઠીયા કાંડ, અલ્પના મિત્રા ફાઈલ કાંડ સહિતની ઘટનાઓની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ગઈકાલે હજુ તો દોઢ મહિના પૂર્વ ઈન્ચાર્જ ચીફ  ફાયર ઓફિસર તરીકે નવનિયુક્ત અનિલ બી. મારૂ રૂા.1.80 લાખની લાંચ લેતા પોતાની કચેરીમાં જ ઝડપાઈ ગયાની ઘટના બનતા તંત્રની પ્રતિષ્ઠાનું વસ્ત્રાહરણ થઈ ગયું છે. ફાયર બ્રિગેડનો સ્ટાફ આટલો બેફામ ભ્રષ્ટાચાર કરે છે તો તેમના ઉપરી એવા આસી. કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર વિગેરે કેમ તેઓને નિયંત્રીત કરી શકતા નથી? તેનો ખુલાસો કરશો. વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને બિલ્ડર્સ અને ડેવલપર્સ વિગેરેએ હાલ સુધીમાં ફાયર બ્રિગેડને કરોડો રૂપિયા લાંચ-રૂશ્ર્વત પેટે આપ્યા છે અને ફાયર બ્રિગેડે આર્કિટેકટસ, ક્ધસલ્ટીંગ સિવિલ એન્જીનીયર્સ મારફતે આ લાંચ સ્વીકારવાનો ધંધો વર્ષો સુધી કર્યો છે. એક પછી એક કલાસ વન અધિકારીઓ લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે. ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમને સહિતના પદાધિકારીઓ અને ભાજપના તમામ કોર્પોરેટરો નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે તેવી માંગ કરી હતી અને લાંચીયા અધિકારી ચીફ ફાયર ઓફીસર અનિલ મારૂની ઓફિસમાં ગંગાજળ છાંટી ગૌ મૂત્ર છાંટી શુધ્ધિકરણનો કાર્યક્રમ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કરાયો હતો.

ભ્રષ્ટ ઓફીસને પવિત્ર બનાવી હતી.  મ્યુનિસિપલ કમિશ્નર ડી.પી. દેસાઈને આવેદનપત્ર પાઠવતી વેળાએ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ડો. હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, ધરમ કાંબલિયા, મેઘજીભાઈ રાઠોડ, રાજદિપસિંહ જાડેજા, ગોપાલ અનડકટ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.