- ઉપવાસી છાવણીમાં પ્લે કાર્ડ સાથે પીડિત પરિવારો કોંગી આગેવાનો જીગ્નેશ મેવાણી, ઋત્વીક મકવાણા સહિત વોર્ડ પ્રમુખો સાથે જાહેર જનતા જોડાય
રાજકોટ ખાતે બનેલા ભયાનક અગ્નિકાંડમાં અનેક નિર્દોષની જીંદગી હોમાઈ ગઈ છે. અગાઉના અગ્નિકાંડ અને ગોઝારી ઘટનાઓમાં પીડિતોને ન્યાય મળેલ ન હોવાથી રાજકોટમાં ટીઆરપી ગેમ્સ ઝોનમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાને પડી છે. આજરોજ ત્રિકોણ બાગ ખાતે ઉપવાસી છાવણી નાખી અને વિવિધ પરિવારો અને રાજકોટના પ્રબુદ્ધ નાગરિક અને જનતાને સાથે રાખી અગ્નિકાંડ પીડિતોને ન્યાય અપાવવા અને ભીનુ સંકેલાય ન જાય એ માટે વિવિધ માંગણીઓ સાથે તારીખ 7,8,9 જૂન એમ ત્રણ દિવસ માટે ઉપવાસ ધરણાનો કાર્યક્રમ આજથી ત્રિકોણબાગ ખાતે શરૂ કરવામાં આવેલ છે.
આ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં પ્લે કાર્ડ સાથે સરકાર વિરુદ્ધ દેખાવો કરવામાં આવેલ છે અને પીડિત પરિવારોને ફક્ત ચાર લાખ રુપિયા પકડાવી દેવામાં આવ્યા છે. ખરેખર સરકારના ભ્રષ્ટ તંત્રને પગલે આ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે દરેક પીડિત પરિવારોને 1 કરોડ રૂપિયાની માંગ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે.
પીડીત પરિવારોને ફરિયાદી તરીકે દાખલ કરવામાં આવે તદ ઉપરાંત એસઆઇટીમાં જાબાજ આઇપીએસ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવે આ પ્રકારે વિવિધ માંગો સાથે લડાઈનો શુભારંભ રાજકોટના ઐતિહાસિક ત્રિકોણ બાગ ખાતેથી કરવામાં આવેલ છે.
આજના ઉપવાસ અને ધરણાના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એન.એસ.યુ.આઈના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, ગાયત્રીબા વાઘેલા, મહેશભાઈ રાજપુત, વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, સુરેશભાઈ બથવાર, શૈલેષભાઈ કપુરીયા, દીપ્તિબેન સોલંકી, હિરલબેન રાઠોડ, દિલીપભાઈ આસવાણી, રમેશ જુંજા, હરેશ ભારાઈ, અહેસાન ચૌહાણ, ચિંતન દવે, જીગ્નેશભાઈ ડોડીયા, નરેશભાઈ સાગઠીયા, જગદીશભાઈ સાગઠીયા, અવધેશભાઈ સેજપાલ, નાગજીભાઈ વિરાણી, જીતુભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર, ગોવિંદભાઈ સભાયા, વશરામભાઈ ચાંડપા, કંચનબેન વાળા, રસિકભાઈ ભટ્ટ, રણજીત મુંધવા, ગોપાલભાઈ અનડકટ, કૃષ્ણદતભાઇ રાવલ, હસમુખભાઈ બાંભણિયા, નિર્મલભાઇ મારુ, મેઘજીભાઈ રાઠોડ, રાજુભાઈ ચાવડીયા, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના કોંગ્રેસના આગેવાનો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા.