ગુજરાતની જનતાને કોંગ્રેસ પર ભરોસો રહ્યો નથી: નિર્મલા સિતારામન
કેન્દ્રિય રક્ષા મંત્રી અને ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભાજપાના સહપ્રભારી શ્રીમતી નીર્મલા સીતારામનજી પત્રકાર પરીષદને સંબોધતાં જણાવ્યું હતું કે, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે કોંગ્રેસના રાહુલ ગાંધી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસના પૂર્વપ્રધાનમંત્રી મનમોહનસિંહજીને ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવ્યા ત્યારે ગુજરાતની જનતા વતી પ્રશ્નો પૂછ્યાં હતાં, તેનો જવાબ તેઓ આપી શક્યાં ની.
નિર્મલાજીએ જણાવ્યું છે કે, કોંગ્રેસ ૧૦ વર્ષી શાસનમાં હતી અને ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષી વિપક્ષની ભૂમિકા ભજવી રહી છે ગુજરાતની જનતાએ કોંગ્રેસને છેલ્લા ચાર વખતી નકારી દીધી છે, ગુજરાતની જનતાને કોંગ્રેસ પર જરાય ભરોસો રહ્યો ની, ત્યારે લોકશાહીના મૂલ્યોને સમજી જનતાને જવાબ આપવાની તેમની જવાબદારી બને છે. ૨૦૧૨માં કોંગ્રેસના ૫૭ ધારાસભ્યો ચૂંટાયા હતાં, પરંતુ તે તેમના ધારાસભ્યોને સાચવી શક્યાં ની,અને આજે ૪૩ પર પહોંચી ચૂક્યાં છે, તો શું જનતા એ ધારાસભ્યોને પૂરના સમયમાં મોજમસ્તી કરવા માટે મત આપ્યા હતા ? તે ગુજરાતની જનતા જાણવા માંગે છે.
નિર્મલાજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે જાતે પોતાના પગ ઉપર કુહાડી મારી છે. પ્રજા વચ્ચે જતા ની અને વોટ માંગવા નીકળી પડ્યાં છે. દરેક ચૂંટણીમાં કોંગ્રેસ બફાટ કરે છે. ક્યારેક “ચા વેચવા વાળા કહે છે, તો ક્યારેક “મોતના સોદાગર કહે છે, તો ક્યારેક “ખૂનની દલાલી કરવાવાળા કહે છે. સર્જીકલ સ્ટ્રાઇક પર વગર વિચાર્યા સવાલો ઉઠાવે છે. નિર્મલાજીએ અંતમાં જણાવ્યું હતું કે, યુ.પી.એ. સરકારે માછીમારોની ભલાઇ માટે કોઇપણ કામ કર્યું હોય તો તે પ્રજા સમક્ષ મૂકે. ભાજપાની સરકારે ૧૧,૦૦૦ કરોડ રૂપિયા સાગરખેડૂ યોજના અંતર્ગત ફાળવ્યા હતાં અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ૭,૦૦૦ કરોડ રૂપિયા માછીમારોના વેલ્ફેર, મરીન પ્રોડક્ટ પ્રોસેસીંગ અને મરીન એક્ષપર્ટ ડેવલપમેન્ટ ફાળવ્યા છે.