ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી ગજેન્દ્રસિંહજી શેખાવતે એનેક્ષી શાહીબાગ અમદાવાદ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતુંકે ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સત્તાના સુકાનસંભાળતા દેશમાં નવા યુગ પરિવર્તનની શરૂઆત થઇ હતી. વિશ્વના દેશોએ સ્વીકાર કરવું પડ્યું છે કે, આવનારા સમયમાં ભારત એક વિશ્વ સત્તાતરીકે ઉભરશે અને સમગ્ર વિશ્વએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્રસરકારની કાર્ય પ્રણાલીને સ્વીકારી છે અને આજે ભારતદેશ સમગ્ર વિશ્વના જુદા જુદા માપદંડોજેવા કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર્યાવરણના માપદંડો કે ભ્રષ્ટાચાર પર લગામના માપદંડો હોય તેમાં ઉંચી છલાંગ લગાવીને ભારત ખુબ આગળ વધી રહ્યું છે.

સાડા ચાર વર્ષના કાર્યકાળમાં દેશના તમામ વર્ગોનું ઉતન ાય તેવી કાર્યપદ્ધતિ સો આઝાદી પછી પ્રમ વખત સૌી ઈમાનદાર સરકારના દાખલાઓ ભાજપાએ વિશ્વ સમક્ષ પુરા પડ્યા છે.

શેખાવતે રફાલ મુદ્દે કોંગ્રેસની ઝાટકણી કાઢતા જણાવ્યુંકે કોંગ્રેસે તથ્યો વગર જુઠ્ઠાણા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે તે બદલ તેમણે દેશની,પ્રજાની તેમજ દેશની સુરક્ષામાં કાર્યરત વીર જવાનોની જાહેરમાં માફી મંગાવીજોઈએ. જુઠ્ઠાણાના આધારે રાજકીય લાભો મેળવવા પ્રયાસ કરતી કોંગ્રેસનામોં પર  સુપ્રીમ કોર્ટનો ચુકાદોએ લપડાક સમાન છે. અને તેનાી સાબિત ાય છે કે જુઠ્ઠાણાનાપગ ની હોતા અને સત્ય થોડાક સમય માટે પરેશાન જરૂર થય છે પણ તે કચડી ની શકાતું.

શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં મુખ્યત્રણ વિષય મુદ્દે ચાર થયાચીકાઓ કરવામાં આવી હતી. તે બધા જ વિષયોપર સુપ્રીમ કોર્ટે ભારત સરકારને ક્લીન ચીટ આપી છે. માત્રને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવા દુર્ભાવના પૂર્વક અપપ્રચારના ભાગ રૂપે કોંગ્રેસ રફાલ બાબતે જુઠ્ઠાણા ફેલાવી રહી છે તે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પ્રજા સમક્ષ સત્ય ઉજાગર ઇ ગયુંછે. કોંગ્રેસ કાલ્પનિક દુનિયામાં જીવી રહી છે. સુપ્રીમ કોર્ટના આવેલ ફેસલા પછી કોંગ્રેસે દેશની સુરક્ષાના મુદ્દે પોતાનાનું સ્ટેન્ડ જનતા સમક્ષ મુકવું જોઈએ અને સમગ્ર વિશ્વમાં દેશની છબી ખરડાવવા કોંગ્રેસે કરેલ ષડયંત્ર બદલ જનતાની માફી માંગવી જોઈએ.

શેખાવતજી એ ભાજપાના રાષ્ટીય અધ્યક્ષ અમિતભાઈ શાહે પૂછેલ પ્રશ્નોનો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જાહેર જનતાને જવાબ આપે તેવી માંગણી આજે મીડિયાના માધ્યમી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.