કોંગ્રેસ હાઇકમાન્ડના નિર્ણય સામે કપિલ સિબ્બલ સહિતના વરિષ્ઠ નેતાઓમાં વિરોધી સુર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશમાં સી.એ.એ. એના અમલ માટેની હાથ ધરેલી કવાયત સામે કોંગ્રેસે શરુ કરેલી રાજકીય સંધર્ષની સ્થિતિ એ કોંગ્રેસ શાસિત રાજયમાં CAA એ સામે વિરોધ લાવીને તેમાં CAA નો વિરોધ કરી તેને ગેર બંધારણીય ઠેરવવાનો ઠરાવ કરવાનો નિર્ણય કરાયો છે. કોંગ્રેસે રવિવારે જાહેરાત કરી હતી કે કોંગ્રેસની જે રાજયોમાં સત્તા છે તે તમામ રાજયોમાં પંજાબ સરકારના CAA એ વિરુઘ્ધ પસાર કરવામાં આવેલા ખરડાને પસારમાં કરવામાં આવશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પંજાબ પછી અમે CAA એ વિરુઘ્ધ રાજસ્થાન, મઘ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ખરડો લાવીને કેન્દ્ર સરકારના પગલાનાં નિર્ણયનો વિરોધ કરવાનું નકકી કર્યુ છે.
જયારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અને જયરામ રમેશે રાજયમાં CAA ના અમલ સામે સંદેહ વ્યકત કર્યો હતો. તેની બીજા દિવસે જ કોંગ્રેસ આ નિર્ણય જાહેર કર્યો હતો. તેની બીજા દિવસે જ કોંગ્રેસ આ નિર્ણય જાહેર કર્યો હતો. કપિલ સિબબલએ જણાવ્યું હતું કે CAA પસાર થઇ જાય તો કોઇપણ રાજય કહી ન શકે તે ગેરબંધારણીય ગણાશે. તમે તેનો વિરોધ કરી શકો તેમ તેની વિરુઘ્ધ વિધાનસભામાં વિરોધ પ્રસ્તાવ લાવી શકે અને કેન્દ્ર સરકારને તે પડતુ મુકવા કહી શકો પરંતુ બંધારણીય રીતે તમે તેના અમલનો ઇન્કાર કરો તે કાયદાકીય મુશ્કેલી ઉભી કરી શકે.
રવિવારે કોગ્રેસ પક્ષે સ્પષ્ટતા કરી હતી કે CAA એની ની બંધારણીય દરજજા સામે દરેક રાજયોને તેનો વિરોધ પ્રસ્તાવ લાવવાનો અધિકાર છે. તેને તે પડતા મુકવા આગ્રહ કરી શકે છે. પરંતુ જયારે સુપ્રીમ કોઇ તેને કાયદાની માન્યતા આપી દીધી હોય તો તેનો ઇન્કાર કરવો મુશ્કેલ છ.ે તેનો વિરોધ કરી શકાય.
જયરામ રમેશે CAA મુદ્દે ભાજપને લાભકર્તા છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે હું માનુ છું કે CAA નો વિરોધ સમાજના દરેક વર્ગમાં થઇ રહ્યો છે તેને સાંપ્રદાયિક ભાગલાવાદી ગણાવવામાં આવ્યો છે. કોંગ્રેસે CAA નો અસકારકારક વિરોધ કરવાનો અને રાજયને તેની સામે બંધારણીય રીતે આગળ વધવા જણાવાયું છે.
કોંગ્રેસ CAA અને NPR ને મુસ્લીમ વિરોધી અને ભાગલાવાદી ગણાવે છે. રવિવારે કોંગ્રેસે કાયદાવિદ અભિષેક સંધવીને ટાંકીને કે જેણે જણાવ્યું હતું કે CAA ને બંધારણીય રીતે પડકારી ન શકાય કોર્ટમાં તેમા સમાધાન થઇ શકે રાજય વિધાનસભામાં લાવીને તેના અમલ ન થાય તેવી સરકારને વિનંતી કરી શકે છે.ભાજપ રાજયના અસહકારને પડકારી ન શકે જયારે કેરલના રાજયપાલ આરિફ મોહમ્મદ ખાતે મુખ્યસચિવ ને સરકાર CAA સામે સુપ્રિમ કોર્ટમાં જવા બદલ બોલાવીને ખખડાવ્યા હતા.
કેરલ અને પંજાબ સરકારે CAA સામે વિરોધ પ્રસ્તાવ દાખલ કરીને ધર્મના આધારે નાગરીકતા આપવાની વાતને સુપ્રિમમાં પડકારી છે. કોંગ્રેસના પ્રવકતા સુરજવાલાએ આ ખરડાને સાંપ્રદાયીક ગણાવીને વડાપ્રધાન મોદી અને અમિત શાહને સાંપ્રદાયિક પ્રતિક તરીકે જણાવીને કહ્યું હતું કે બંધારણમાં રાજ, નીતિ અને કર્મ મહત્વના માનવામાં આવે છે. અરજવાલા ચિદમ્બરમના મુદ્દે પણ નારાજગી વ્યકત કરી હતી.ગયા મહિને કોંગ્રેસની કાર્યવાહક સમિતિમાં કોંગ્રેસ ના તમામ રાજયોમાં CAA , NRC અને NPR નો વિરોધ કરવાનું નકકી કર્યુ હતું.