- અમદાવાદમાં ઐતિહાસિક સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની વકિંગ કમિટીની બેઠક સાથે બે દિવસના અધિવેશનનો આરંભ
- કોંગ્રેસના રાષ્ટ્રીય મલ્લીકાર્જુન ખડગે, લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતના મહેમાન
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના હોમ સ્ટેટ ગુજરાતમાં આજે દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસે આગામી દિવસોમાં સમાજનો અવાજ બનવાની સિંહ ગર્જના કરી છે. 68 વર્ષના લાંબા અંતરાલ ગુજરાતના આંગણે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશ મળી રહ્યું છે. પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ઝઝુમી રહેલી કોંગ્રેસ માટે આ અધિવેશન પક્ષની દિશા અને દશા નકકી કરનારૂ બની રહેશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે, લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને પક્ષના દિગ્ગજનેતા સોનીયા ગાંધી સહિત કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્યમંત્રી સહિતના રપ00 થી વધુ કોંગી નેતાઓ ગુજરાતના મહેમાન બન્યા છે.
અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠકમાં દેશભરના એઆઈસીસી પ્રતિનિધિઓ સામેલ થયા છે. બંધારણ તેમજ તેની મૂલ્યો પર થતી સતત હિમમતભરેલી હુમલાઓ અને ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા કરવામાં આવશે.આ ઉપરાંત પક્ષના આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે.
આજે સવારે અધિવેશન વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સાથે શરૂ થયુ છે.આવતીકાલે એઆઈસીસી પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે. તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીજી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય એઆઈસીસી પ્રતિનિધિઓ હાજર રહેશે.
આ એઆઈસીસી અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તૃત સી ડબલ્યુસીની બેઠકમાં (નવા સત્યાગ્રહ બેઠક)માં અપાયેલ ઠરાવની ચાલુ પ્રકિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી. મહાત્મા ગાંધીના જન્મસ્થાન ગુજરાતમાં એઆઈસીસી અધિવેશન યોજીને, અમે સત્ય, અહિંસા અને ન્યાયના તેમના આદર્શો પ્રત્યે કોંગ્રેસની પ્રતિબદ્ધતાને પુન:પ્રસ્થાપિત કરવાનો હેતુ છે
આ અધિવેશન માત્ર મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે એક મંચ તરીકે નહીં પણ સામાન્ય જનતાના પ્રશ્નો ઉકેલવા અને દેશ માટે મજબૂત વૈકલ્પિક દ્રષ્ટિકોણ રજૂ કરવા માટે કોંગ્રેસ પક્ષની સામૂહિક પ્રતિબદ્ધતાની પુષ્ટિ રૂપે પણ કાર્ય કરશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અનુલક્ષીને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડીયા અને પબ્લીસિટી ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ પવન ખેરાએ જણાવ્યું કે કોંગ્રેસનું અધિવેશન પાર્ટીની મિટિંગ નથી,પરિવારની મિટિંગ છે. કોઈ એક નેતા નિર્ણય લઈ લે અને બધા તેનું પાલન કરે તે સંભવ નથી. કોંગ્રેસમાં ક્યારેય આવું નહીં થાય.અંગ્રેજોનું શાસન હતું ત્યારે કોંગ્રેસ પક્ષના નેતાઓએ જનતાને સાથે રાખીને અંધારું દૂર કર્યું. અંધારું દૂર કરવું એ સતત સંઘર્ષ છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી લોકતંત્રનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ રાજકીય પાર્ટીથી વધુ છે, કોંગ્રેસ સમાજનો અવાજ છે. સમાજના અવાજને દબાવી ન શકાય. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધિવેશનથી કોંગ્રેસની વિચારધારાનું પુન: સ્થાપન વધુ મજબૂત થશે. સરદાર પટેલ સાહેબની લીટી ટૂંકી કરનાર લોકોને સંદેશ આપીશું. સરદાર સ્મારકમાં સરદાર પટેલની ઘડિયાળ, ખુરશી, ધોતી, બંડી, કુર્તી છે. મહાનુભાવોના ઓરાનો પ્રતાપ છે જેથી ત્યાં સીડબલ્યુસી છે. “કરમસદનું નામ મિટાવી દેવાના પ્રયત્ન કરવામાં આવે છે. સ્ટેડિયમ સરદાર પટેલના નામનું હતું જે ભૂસી દેવામાં આવ્યું છે. અધિવેશનની થીમ સરદાર સાહેબ અને પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારો પર છે. આજેે સવારે 11:30 વાગ્યે સીડબલ્યુસી સરદાર પટેલ સ્મારક ખાતે યોજાશે. જેમાં સમગ્ર દેશના પ્રદેશ પ્રમુખ, સીડબલ્યુસીના સભ્યો, વિધાયક દળના નેતા, ઈકઙ નેતા આવશે. સાંજે 5 વાગે પ્રાર્થના સભા મળશે. સાંજે 7 વાગે અધિવેશનના વેન્યુ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની પરંપરાને ઉજાગર કરવામાં આવશે.”
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ગાંધીજીના વિચારોથી ઊલટું શાસન ચાલે છે. ગુજરાતના ડાયમંડ, ટેક્સટાઇલ્સ, સિરામિક સહિતના ઉદ્યોગ મંદીનો ભોગ બન્યા છે. કોંગ્રેસની નાના-મધ્યમ કદના ઉદ્યોગોને મદદ કરવાની વિચારધારાનો અમલ કરાવી શકાય તે અંગે વિચાર કરાશે. નશાબંધીનો કાયદો છે પરંતુ ફક્ત કાગળ પર છે. ડ્રગ્સના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. વિકસિત ગુજરાતની વાતો કરીએ તો બીજી તરફ 40 ટકા બાળકો કુપોષિત છે. આવનાર દિવસમાં દેશને કુપોષણમાંથી મુક્તિ મળશે. શિક્ષણ,આરોગ્ય સહિતની સુવિધાઓ મળે તે માટે વાત કરવામાં આવશે. અંગ્રેજો અને રાવણ બંને અભિમાની હતા, સત્તા પર બેઠેલા લોકોનું અભિમાન તૂટશે.”
ગુજરાતમાં યોજાનાર ઐતિહાસિક અધિવેશનને અનુલક્ષીને ગુજરાત કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પક્ષના ગુજરાતમાં અગાઉ યોજાયેલ ઐતિહાસિક અધિવેશનોની અલભ્ય તસ્વીર સાથેના કેલેન્ડરને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડીયા અને પબ્લીસિટી ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ પવન ખેરાએ પ્રકાશિત કર્યું હતું. ઐતિહાસિક કેલેન્ડર તૈયાર કરવા બદલ મીડીયા ક્ધવીનર ડો. મનીષ દોશી અને પ્રવક્તા હિરેન બેંકરને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા ડો. અમીબેન યાગ્નિક, મીડીયા ક્ધવીનર ડો. મનીષ દોશી, કો-ક્ધવીનર હેમાંગ રાવલ, પ્રવક્તા ડો. નીદત બારોટ, ડો. અમીત નાયક, કોર્પોરેશનના ઉપનેતાશ્રી નિરવ બક્ષી પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતાં.