લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં અનેક ધારાસભ્યો નારાજ, હાલ સંખ્યાબળ ૭૬ પહોચ્યું

લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો દોર શરુ થઇ ગયો છે. ઉઝ કોંગ્રેસ ના ધારાસભ્ય આશાબેન પટેલે પાર્ટીનો સહકાર ન મળતો હોવાના આરોગ્ય સાથે રાજીનામું આપ્યું છે. આશાબેન પટેલે ૨૦૧૭ માં ઉઝામાંથી જીત હાંસલ કરી હતી. અનામત આંદોલન સયમે આશાબેનને વિશ્વાસના આધારે ટીકીટ આપવામાં આવી હતી.

આશાબેન પટેલના રાજીનામા બાદ કચ્છમાં પણ ૧૦ કોંગ્રેસ કાર્યકરોના રાજીનામાના પડઘમ વાગી રહ્યા છે. અને કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ જઇ રહ્યું છે. તેવું કહેતા આશાબેને જણાવ્યું કે, કોંગ્રેસથી અનેક ધારાસભ્યો નારાજ છે. પાર્ટીનો સહકાર ન મળતા રાજીનામુ આપ્યું છે. રાજીનામાનો નિર્ણય મારો પોતાનો છે મને કોઇ પાર્ટીએ કોઇ લાલચ આપી નથી અત્યાર સુધી હું લોકો માટે લડી છું અને આગળ પણ લડીશ કોંગ્રેસમાં અનેક રજુઆતો છતાં કોઇ સાંભળતું નથી. આ સાથે નેતૃત્વ શકિતનો અભાવ હોવાથી મે રાજીનામુ આપ્યું છે જો કે મે હજી સુધી કોઇ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો નથી.

તો બીજી તરફ પાર્ટીનો બચાવ કરતાં કોંગ્રેસના પ્રભારી અમીત ચાવડાએ જણાવ્યું કે આશાબેને તેમના વિસ્તારના લોકો સાથે અન્યાય કર્યો છે. જનતા અને જે તે વિસ્તારના નેતા સાથે પરામર્શ કર્યા વગર જ તેમણે રાજીનામુ આપ્યું છે. આંતરીક સંકલન ને લઇ થોડા સમય પહેલા જ એક બેઠક બોલાવાઇ હતી જેમાં આશાબેન પણ ઉપસ્થિત હતા અને ગઇકાલે ધારાસભ્યની બેઠકમાં પણ તેઓ હાજર હતા. તો એક જ રાતમાં શું રંધાયુ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આશાબેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બજેટને લઇને વખાણ કર્યા છે. અને રાહુલ ગાંધીની નિંદા પણ કરી છે. તો બીજી તરફ કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે ભાજપ દ્વારા કાર્યકરોની લાલચ આપી સંગઠન ને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે કોંગ્રેસમાં આશાબેનના રાજીનામાથી સંખ્યાબળ ૭૬ થઇ ગયું છે.  અને હજુ પણ કચ્છમાંથી કોંગ્રેસ ના ૧૦ સભ્યો રાજીનામા આપે તેવી આશંકા સેવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.