કોર્પોરેશન કચેરીએ કોંગ્રેસનો આશ્ર્ચર્યજન કાર્યક્રમ: પોલીસે કરી છ કોંગી કાર્યકરોની અટકાયત: એકને આંગળીમાં ઇજા થતા મામલો બીચકયો
શહેરમાં શેરડીના ચીચોડા ચલાવતા અને રોજગારી મેળવતાં નાના ધંધાર્થીઓને કનડગત કરતા રાજકોટ મહાનગર પાલિકાના અધિકારીઓ સામે શહેર કોંગ્રેસે લાલ આંખ કરી કચેરી ખાતે આર્શ્ર્ચય જનક કાર્યક્રમ કર્યો હતો.
કોંગી અગ્રણી ગોપાલ અનડકર, રણજીત મુંધવા, જયાબેન પવલ, શીવાનીબેન, નીખલ રાજદેવ, રમેશભાઇ તબારીયા, ભાવેશ પટેલ, મીતેશ ડાભી સહિતના કોંગી કાર્ય કરનાઓએ મોટી સંખ્યામાં શેરડીના ચીચોડાના ધંધાર્થીઓને સાથે રાખી તેઓને મહાનગર પાલીકાના અધિકારીઓ દ્વારા રૂા.૩૦૦ ફી ચુકવવા છતા હેરાન કરી છે. ધંધો રોજગાર બંધ કરાવના હોવાથી મહાનગર પાલીકા કચેરી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ધંધાર્થીઓને ન્યાય નહી મળેતો આગામી દિવસોમાં શહેરભરના ચીચોડાની ધંઘાર્થીઓને સાથે રાખી ધરણા કરવાની શહેર કોંગ્રેસ દ્વારા ચીમકી દેવામાં આવી હતી. આર્શ્ર્વય જનક કાર્યક્રમ આકાવવા મહાનગર પાલીકાની વિજબન્ચ ટીમ અને એ ડીવીઝન પોલીસ સ્ટાફે કાર્યકરતાઓને અટકાયતમાં લીધા હતા. જેમાં રણજીત મુંધવાને આંગળીમાં ઇજા થતા મામલો ગરમાયો હતો પોલીસે મહિલાઓ સહિત છ કોંગ્રી કાર્યકરોની અટકાવત કરી હતી.
ટ્રાફિકને નડતરરૂપ ન હોય તેવા રસના ચિચોડા નહીં હટાવાય: મ્યુનિ. કમિશનરનો નિર્ણય
જાહેર માર્ગો પર અડચણરૂપ અનઅધિકૃત દબાણો હટાવવામાં આવી રહયા છે. જેમાં શેરડીના રસના ચિચોડા ચલાવતા કેટલાક ધંધાર્થીઓને પણ અસર થયાનું ધ્યાનમાં આવેલ છે. સાથોસાથ આ ધંધાર્થીઓ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને પોતાના વ્યવસાય ચાલુ રાખવા દેવા રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આજે આ ધંધાર્થીઓના હિતમાં એક ઉમદા નિર્ણય કર્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા શેરડીના રસના ચિચોડા ચલાવતા ધંધાર્થીઓ કે અન્ય કોઈ પણ વ્યવસાયિકોની વિરૂદ્ધ નથી પરંતુ તેઓ અન્ય નાગરિકોને અડચણ ના થાય એ રીતે ધંધો કરે તે પણ એટલું જ આવશ્યક છે. શહેરના માર્ગો અને અન્ય વિસ્તારોની જાહેર સ્વચ્છતા જળવાઈ રહે તેમજ માર્ગો પર વાહન વ્યવહારને અડચણ ના થાય તે પણ એટલું જ જરૂરી છે.
આ તમામ બાબતોને નજર સમક્ષ રાખી મહાનગરપાલિકાએ શેરડીના રસના ચીચોડા ચલાવતા ધંધાર્થીઓને જાહેર માર્ગો પર ઉભા રહેવાને બદલે રોડની બહાર સાઈડમાં, કોઈને અડચણરૂપ કે નડતરરૂપ ન બને એવી જગ્યાએ ધંધો કરવાની અનુમતિ આપવાનું નક્કી કર્યું છે. શેરડીના રસના ચીચોડા ચલાવતા ધંધાર્થીઓએ જરૂરી અનુમતિ મેળવવા જે તે વિસ્તારની વોર્ડ ઓફિસે જઈ વોર્ડ ઓફિસરનો સંપર્ક કરવાનો રહેશે.
ત્યારબાદ વોર્ડ ઓફિસર આ ધંધાર્થીઓને વ્યવસાયની જગ્યા કેટલી સાનુકુળ છે તેની ચકાસણી કરી આગળની કાર્યવાહી કરશે.