એનએસયુઆઈના કાર્યકરો પણ ઉપવાસમાં જોડાયા
કોરોના કાળમાં જી-નીટ ની પરીક્ષા પર વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આજે દેશભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે જામનગરમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાંથી કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાની અટકાયત કરવામાં આવી છે.
જામનગર સહિત રાજ્યભરમાં જી-નીટની પરીક્ષા પર પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે રાજ્યમાં તમામ જિલ્લા મથકોએ વિરોધ કર્યો હતો. કોરોનાકાળમાં પરીક્ષાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં નીટના ૮૦ હજાર વિદ્યાર્થીઓ છે, જ્યારે જીમાં ૩૭ હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે.
જી-નીટ પરીક્ષાને લઈને વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા જામનગર સહિત રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે ધરણાં પર બેઠા છે, કોરોના કાળમાં પરીક્ષા યોજવી શક્ય નથી. રાજ્યમાં નીટમાં ૮૦ હજાર, જ્યારે જીમાં ૩૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ છે. તેમના ભવિષ્યનો વિચાર કરી કોરોના કાળમાં પરીક્ષા ન યોજવાની કોંગ્રેસે માંગણી કરી છે. કોરોના વચ્ચે પણ સરકાર જીદ પર બેઠી હોવાનું ચાવડાએ જણાવ્યું છે. જામનગર માં પણ આ વિરોધ ને એન એસ યુ આઈ દ્વારા સમર્થન જાહેર કરી એક દિવસ પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું તથા સ્વામિ વિવેકાનંદ ની પ્રતિમાને લેખિત રજૂઆત અર્પણ કરવામાં આવી હતી આ ઉપવાસર્મા સંપૂર્ણ સોશિયલ ડીસ્ટન્સીંગ સાથે જામનગર એન એસ યુ આઈ ના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા. યુવક કોંગ્રેસ શહેર પ્રમુખ ડો તોસીફખાન પઠાણ્ ગુજરાત યુવક કોંગ્રેસ મંત્રી શક્તિસિંહ જેઠવા જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ હેમંતભાઈ ખાવા એ યોજયા હતા.