રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રામકિશન ઓઝાની આગેવાનીમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન – ધરણા
કેન્દ્રની મોદી સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી અગ્નિ પથ યોજનાનો દેશભરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. દરમિયાન તાત્કાલીન અસરથી અગ્નિ પથ યોજના પરત ખેંચી લેવાની માંગણી સાથે આજે ગુજરાત વિધાનસભાની તમામ 18ર બેઠકો પર કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ અઘ્યક્ષ જગદીશ ઠાકોર કલોલ વિધાનસભા બેઠક પર હાજર રહ્યા હતા જયારે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રામકિશન ઓઝાની આગેવાનીમાં ધરણા યોજવામાં આવ્યા હતા.
અગ્નિપથ યોજનાનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકારના અલગ અલગ વિભાગોમાં 62 લાખ સરકારી જગ્યાઓ ખાલી પડી છે. જે પૈકી 2.55 લાખ જગ્યા ભારતીય સેનામાં જ ખાલી પડી છે. તે તાત્કાલીક અસરથી ભરવા માટે તથા અગ્નિપથ યોજના પરત ખેંચવા તથા અગ્નિ વીરો પર કરવામાં આવેલા કેસો પરત ખેંચવાથી માંગણી કરવામાં આવી છે.
અગ્નિ પથ યોજનાના વિરોધમાં આજે રાજયની તમામ 18ર વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન યોજી જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભારત સરકારને વિનંતી કરું છું કે જ્યાં લશ્કરની ભરતી થાય છે, ત્યાં ઉમેદવારો ને રહેવાની, કુદરતી પ્રક્રિયા કરવાની કોઈ વ્યવસ્થા નથી હોતી આવા ઉમેદવારો રેલવે સ્ટેશન, દુકાનના ઓટલા કે ધર્મશાળામાં રોકાય છે ગુજરાતના યુવાનો સેનામાં ભરતી માટે ફિટનેસ નથી હોતા,તેના માટે સરકાર જવાબદાર છે. ગુજરાતના યુવાનોને કુપોષિત આ ભાજપ સરકાર કરી રહી છે, ભાજપના નેતાઓ પાછળ કરોડો રૂપિયાના તાયફા ના બદલે સેના પર ખર્ચ કર્યા હોત તો આજે દેશની સરહદો સુરક્ષિત હોત. સેનાની ભરતીમાં ખેડૂત, મજૂર અને ગરીબોના દીકરાઓ જાય છે, આવા યુવાનોની દેશ દાઝ ભાજપ સરકાર છીનવી રહી છે.આજે ગુજરાતની 182 વિધાનસભામાં અગ્નિપથ યોજનાનો વિરોધ કર્યો હતો. નર્યા જુઠ્ઠાણા, ભ્રામક પ્રચાર અને રોચક સુત્રોના જોરે દેશની પ્રજાને ગુમરાહ કરીને પોતાની એકમાત્ર સત્તા કબજે કરવાની મુરાદ પાર પડ્યા પછી ભાજપ છેલ્લા આઠ વર્ષથી દેશને અંધકારની ગર્તામાં ધકેલી રહ્યો છે. પ્રજાના સળગતા પ્રશ્નોથી પ્રજાનું ધ્યાન બીજે દોરવા વૈમનસ્યપૂર્ણ ભાવનાઓ ભડકાવીને ભાજપ દેશને મુઠ્ઠીભર મુડીપતિઓને હવાલે કરી રહ્યો છે. ભાજપની આ વિનાશકારી નીતિઓના આવા જ નિર્ણયોમાં તાજેતરમાં દેશના બેરોજગાર અને સેનામાં ભરતી થવા ઈચ્છતા યુવાનો સામે ક્રૂર અને ઘાતક મજાકરૂપે અગ્નિપથ નામની યોજના યુવાનો માટે હકીકતમાં તો બરબાદીના પથ જેવી યોજના છે. દેશની રક્ષા કરવા માટે જાત ન્યોછાવર કરવા તૈયાર આપણા યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવા અગ્નિપથ યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.