ગેરરિતીમાં સામેલ તમામ સામે કાયદેસરના પગલા લેવાશે                      

કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસના નેતાઓના યુવાનોને ગેરમાર્ગે દોરીને ઉશ્કેરાટ ફેલાવતાં જૂઠ્ઠા આક્ષેપો સામે તીવ્ર પ્રત્યાઘાત આપતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, બિન સચિવાલય પરીક્ષા અંગે ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ સંપૂર્ણ માહિતી અને લીધેલ પગલાં અંગે વિગતવાર નિવેદન આપ્યું છે. ચોરી કરનારાઓ સામે કાયદેસર પગલાં લેવાશે તે માટેની ગૌણ સેવા પસંદગી મંડળની કાર્યવાહી ચાલુ છે. કોંગ્રેસ પોતે હતાશ, નિરાશ છે એટલે તે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરીને, ઉશ્કેરવા માંગે છે. ગુજરાતમાં અફવા, અરાજકતા અને અશાંતિ ફેલાવવાની કોંગ્રેસની વિકૃતિ માનસકિતા ગુજરાતના યુવાનો ઓળખી ચૂક્યા છે. તેથી તેઓ કયારેય કોંગ્રેસના આ ષડયંત્રમાં  ફસાય તેમ નથી.

7537d2f3 4

પેપર ક્યાંય લીક થયું નથી. પેપર ક્યાંય ફૂટ્યું નથી. જેમણે પણ ગેરરીતી કરી છે. તેમનાં પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ સરકારે હંમેશા યુવાનોના હિતમાં જ નિર્ણયો લીધાં છે અને લેશે તેવો યુવાનો વિશ્વાસ રાખે. બાકી કોંગ્રેસનો બદઈરાદો યુવાનોને ન્યાય ન મળે અને ઉશ્કેરાટ દ્વારા અફવા, અરાજકતા ઊભી કરવાનો છે.

પંડયાએ જણાવ્યું હતું કે, યુવાનોને હ્યદયપૂર્વકની અપીલ કરતાં જણાવ્યું હતું કે આસરકાર સંવેદનશીલ અને પારદર્શક છે. દેશમાં સૌથી વધુ રોજગારી ગુજરાત આપે છે અને હજૂ રોજગારીની તકો ઊભી કરતી રહે છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકારમાં ૩૨ મહિનામાં ૧૫.૧૯ લાખ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. ગુજરાતમાં ચાર ઝોનમાં તા.૧૯ થી ૨૭ ડિસેમ્બર સુધીમાં ૧૨ મેગા જોબફેર યોજાનાર છે. આ ઉપરાંત ૫૧૦૬ શિક્ષણ સહાયકો , પોલીસદળ-૧૨૦૦૦સહિત ૬૦,૦૦૦ જગ્યાઓ ભરવાનું આયોજન છે. ગુજરાતમાં સતત રોજગારી આપવાનો આ સરકાર પ્રામાણિક પ્રયત્ન કરી રહી છે.

ત્યારે કોંગ્રેસ માત્રને માત્ર ઉશ્કેરાટ દ્વારા નકારાત્મકતા ઊભી કરીને પોતાનો રાજકીય રોટલો શેકવા રાજકીય પ્રયાસ કરી રહી છે. પરંતુ તેના તમામ ષડયંત્રો ગુજરાતની જનતા સફળ થવા દેતી નથી. એટલે કોંગ્રેસ બેબાકળી બનીને ભાજપ સરકાર પર જૂઠ્ઠા આક્ષેપો કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.