બાપુને મનાવવા કોંગ્રેસ હાઈકમાન્ડ ઉંધા માથે

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભારે ખેંચતાણ શ‚ ઈ છે અને કોંગ્રેસે જ્ઞાતિનું રાજકારણ શ‚ કર્યું છે. સત્તાની ખેંચતાણ વચ્ચે ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સમક્ષ વિધાનસભાની આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોને ૩૩ ટકા અવા ૫૫ ટિકિટ આપવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ શહેરી વિસ્તાર અમદાવાદમાં કોંગ્રેસના સગઠનને ચેતનવંતુ બનાવવા માટે દલિત નેતાને શહેરની જવાબદારી સોંપવા માટે પણ રજૂઆત ઈ છે.

રાજયભરમાં કોંગ્રેસમાં જ્ઞાતિનું રાજકારણ શ‚ યું હોવાી વિકાસને અસર ાય તેવી ભીતિ છે. આ સો શંકરસિંહ વાઘેલાની બાબતનો વિખ્વાદ પણ હજુ સમ્યો ની. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે હવે શંકરસિંહને મનાવવા માટે કવાયત શ‚ કરી છે. ત્યારે હજુ વિધાનસભા ચૂંટણીને સમય બાકી છે તેવામાં વધુ તોડજોડ જોવા મળે તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપ અને પાટીદાર સમાજ વચ્ચે તિરાડ પડી છે. ત્યારે આ તિરાડનો ફાયદો લેવા માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાટીદારોમાં ભાજપ પ્રત્યે નારાજગી પ્રવર્તી રહી છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસને ગાંધીનગરની ગાદી કબજે કરવી હોય તો વધુમાં વધુ પાટીદારોને કોંગ્રેસની ટિકિટ આપીને ચૂંટણી લડાવવાની માંગણી સમયાંતરે ઉઠતી રહી છે.

નોંધનીય છે કે, આ અગાઉ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિર્ધ્ધા પટેલ, પ્રદેશ પ્રવકતા ડો.હિમાંશુ પટેલ, ધારાસભ્ય પ્રહલાદ પટેલ, રાઘવજીભાઈ પટેલ, હર્ષદ રીબડીયા સહિતના આગેવાનોએ દિલ્હીમાં રાહુલ ગાંધીને ‚બ‚ મળીને પાટીદાર સમાજની અનામતની માંગણી પછી ભાજપ-પાટીદારો વચ્ચેના વણસેલા સંબંધો અને પાટીદાર સમાજની નારાજગી કોંગ્રેસને કઈ રીતે ફાયદો કરાવી શકે તે અંગે વિસ્તારી ચર્ચા કરી હતી અને પ્રદેશ પ્રમુખ પદ અવા વિરોધ પક્ષનું નેતા પદ પાટીદાર ધારાસભ્યને સોંપવા માટે કહ્યું હતું.

અગાઉ ૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસે ૪૭ પાટીદારોને ટિકિટ આપી હતી ત્યારે વિધાનસભા ૨૦૧૭માં કોંગ્રેસની ૫૦ ટિકિટનો પાટીદારોના ફાળે જશે. વધુમાં એવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે કે, પાટીદારોના ટેકાી કોંગ્રેસને ૧૦૧ ી વધુ બેઠકો મળશે. આંતરીક વિખ્વાત વચ્ચે કોંગ્રેસે સંપૂર્ણ ધ્યાન પાટીદારોને રીઝવવામાં લગાડયું છે અને શંકરસિંહને મનાવવા પણ કોંગ્રેસ હાઈકમાન્ડ ઉંધા મો યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.