પેટ્રોલ-ડિઝલ ભાવ વધારા સામે પણ ઠાલવ્યો ઉગ્ર આક્રોશ

મિલ્કત વેરાની માફી, લાઈટ બીલ, સ્કૂલ-કોલેજની માફી તથા પેટ્રોલ-ડિઝલ વધારાના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસે કેટલાંક સ્થળે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

IMG 20200705 WA0009

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોરોના વાયરસની મહામારીમાં પ્રજાના મિલકતવેરાની માફી, લાઈટ બિલની માફી, સ્કૂલ અને કોલેજની ફી માફી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરવાની માંગને લઈને ત્રણ ત્રણ વોર્ડની ટીમ બનાવીને શહેરના તમામ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો પ્રજાની વચ્ચે જઈને  પ્રજા હિતમાં  પ્રજાના પ્રશ્નો માટે સરકારની ઉઘાડી લૂંટ વિરોધ માં વિરોધ પ્રદશન કર્યું હતું. મહામારીના મુદ્દે આર્થિક મોરચે લડી રહેલી જનતા પાર અનેક પ્રકારના વેરા ટેક્સ અને ઉપરથી દુકાળમાં અધિક માસની જેમ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો જનતાના માથે ઠોકી દેતી સરકાર પ્રજાને રાહત આપવાની જગ્યા એ જનતાની કમર તોડી રહી છે, આર્થિક પેકેજની મોટી મોટી રકમોની ‘જાહેરાત’ બાદ જનતાને ૨૦ રૂપિયાની પણ મદદ નહીં કરનાર સરકારની વિરુદ્ધમાં જ્યારે શહેરના વિવિધ વિસ્તારો શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું.

અલગ અલગ વિસ્તારમાં પોલીસ આગળ કરી કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. સાથે જ આ કાર્યક્રમમાં પ્રજા પાસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જાહેર કરેલો ટોલ ફ્રી નંબર ૯૦૧૬૧૩૧૧૩૧ પર મિસ કોલ કરાવીને પ્રજાનું સરકાર પાસેની માગણી માટેનું સમર્થન લેવામાં આવ્યું હતું.

આઈટીઆઈ ચાર રસ્તા ગોરવા, અમિતનગર સર્કલ, કારેલીબાગ, દાંડીયા બજાર, ચાર રસ્તા, જૂનુ ફાયર સ્ટેશન હેવમોર સર્કલ તથા દાવત રેસ્ટોરન્ટ પાસે માંજલપુર ખાતે સાંજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.