ભાવ વધારાથી પ્રજાની કેડે કરોડોનો બોજ: ઉષાબેન કુસકિયા
કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના મુદ્દે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળ શહેરના ટાવર ચોક ખાતે કોંગ્રેસ આગેવાનો-કાર્યકતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરશે. એમ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયા દ્વારા જણાવાયું છે આ તકે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા ભાવ વધારા સબંધિત નિર્ણયને અશંવેદનશીલ ગણાવીને કેન્દ્ર સરકારને ભાવો ઘટાડવા વિનંતી કરેલ છે, અને વધુમાં જણાવેલ કે કોરોના મહામારીના સમયે આમ જનતાની પરેશાની વધારનાર પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો પાછો ખેંચવા કોંગ્રેસ ઉગ્ર લડત આપશે, કારણ કે આ ભાવ વધારાના કારણે આમ જનતા ઉપર ૨,૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો બોજ પડેલ છે, એક બાજુ સરકાર આમ જનતાને આત્મ નિર્ભર બનાવવાની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે આવા સંકટ સમયે આમ જનતા ઉપર આર્થિક બોજ નાખવો ઉચિત કે વ્યાજબી નથી, આ બાબતે સરકારનું ઔચિત્ર્ય કોઈની સમજ માં આવતું નથી આજે દેશના કરોડો લોકોની નોકરી છીનવાઈ ગયેલ છે ત્યારે આમ જનતાનું આજીવિકાનું સંકટ ઘેરું બની રહ્યું છે, લઘુ ઉદ્યોગો અને મોટા ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે અને ગરીબ વર્ગ અને માધ્યમ વર્ગ પારાવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ છે આમ મંદીના માહોલ વચ્ચે આંતર રાષ્ટ્રીય બજારમાં લાંબા સમયથી તેલની કિંમતો ઉત્તરોત્તર ઘટતી રહી છે ત્યારે પેટ્રોલ-ડીઝલ સસ્તા થવા જોઈએ એને બદલે આ સતત ભાવ વધારો ખુબજ અન્યાયકર્તા છે, કોરોનાની મહામારીના સમયે આમ જનતાને મદદરૂપ થવાને બદલે ઉઘાડી લૂંટ થઇ રહેલ છે આ દેશની આમ જનતાને સ્પર્શતા જીવન જરુતિયાત વસ્તુઓ ના ભાવો નિયંત્રણમાં રાખવામાં રાજ્ય અને કેન્દ્રની સરકાર સતંદર નિષ્ફળ નીવડી છે. સરકરે પેટ્રોલિયમ પેદાશો પર લાદેલા વેટમાં અને ભાવમાં વધારો કરીને કરોડો રૂપિયા આ દેશની આમ જનતાના ખીસ્સામાંથી સેરવી રહી છે.