કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર અપાયું

કેન્દ્ર સરકારના ઈશારે એન્ફ્રોર્સમેન્ટ ડીરેક્ટરોરેટ દ્વારા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પાયા વિહોણા અને ખોટી રીતે ઉભા કરેલા નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે. કોઈ પણ પુરાવા કે હકીકતોના આધાર વિના ઈડીનો વ્યક્તિગત, દ્રેષ અને રાજકીય કિન્નાખોરી માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યંત આઘાતજનક બાબતરૂપ પોલીસે એ.આઈ.સી.સી.ના વડામથકમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલા કાર્યકર્તા અને નેતાઓને બેરહેમીથી માર્યા હતા. સત્ય માટેની આ લડાઈ માટે એકતા અને શાંતિપૂર્વક દેખાવોને કચડી નાખવા માટે કેન્દ્રનું શાસન હતાશાપૂર્વક, પાશવી બળનો ઉપયોગ કરી રહ્યુ છે, કિન્નખોરી ભરેલી ભાજપ સરકારની નીતિ સામે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સેન્ટ્રલ જીએસટી ભવન સામે ધરણા કરાયા તેમજ ભાજપાના ઇશારે ઇડી દ્વારા ખોટી તેમજ ગેરબંધારણીય રીતે રાહુલ ગાંધીને હેરાનગતિ કરવાના અને મુખ્ય વિપક્ષના કાર્યાલય કોંગ્રેસ પક્ષના મુખ્યાલય પર પોલીસ મોકલી દમન કરવાની કિન્નખોરી ભરેલી ભાજપ સરકારની નીતિ બાબતે કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર અપાયું હતું.

રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા, મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પ્રભારી દીપેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ મહામંત્રી અશોક ડાંગર, જસવંતસિંહ ભટ્ટી, ભરતભાઈ મકવાણા, દિનેશભાઈ મકવાણા, સુરેશભાઈ બથવાર, આદિત્યસિંહ ગોહિલ, ફ્રન્ટલ સેલના ચેરમેનો નીલેશભાઈ વિરાણી, આશિષસિંહ વાઢેર, મુકેશભાઈ પરમાર, વોર્ડ પ્રમુખો અલ્પેશભાઈ ટોપિયા, દીપકભાઈ મકવાણા, ગીરીશભાઈ ઘરસંડિયા, કેતનભાઈ તાળા, જગદીશભાઈ સખીયા, દીપકભાઈ ઘવા તેમજ આગેવાનો મનસુખભાઈ કાલરીયા, તુષારભાઈ નંદાણી, નીલેશભાઈ મારું, દિલીપભાઈ આશવાણી, ઠાકરસીભાઈ ગજેરા, પ્રભાતભાઈ ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા, સલીમભાઈ કારીયાણીયા, કનકસિંહ જાડેજા, મથુરભાઈ માલવી, રવજીભાઈ ખીમસુરીયા, મૌલેશભાઈ મકવાણા, દીપ ભંડેરી, અશોકસિંહ વાઘેલા, નીરૂભાઈ બોરીચા, અતુલભાઈ દવે, જેન્તીભાઈ સોરઠીયા, મિત બાવરીયા, ભાવેશભાઈ વેકરીયા, અભી કટારીયા, ચંદ્રેશ સવ્સમ વિપુલ તારપરા, રમણીકભાઈ ગધેથરિયા, જય રાઠોડ, ગોપાલભાઈ મુંધવા, દિલીપ નિમાવત, ઇકબાલ સમા, હિરલ રાઠોડ, ચંદ્રિકાબેન વરાણીયા, જલ્પેશભાઇ કલોલા, હિતેશભાઈ માંકડિયા, હરેશભાઈ સોજીત્રા, દીપેનભાઈ ભગદેવ સહીતના આગેવાનો કાર્યકરો ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.