જામનગર માં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવો સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. કોંગ્રેસે રાજ્યના જુદા-જુદા શહેરોમાં વિરોધ પ્રદર્શનો કર્યા છે. જામનગરમાં પણ કોંગ્રેસે ઉંટ અને બળદગાડી સાથે રેલી યોજી હતી. જામનગર સહિત અનેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલમાં વધતા જતા ભાવોની સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. કોંગ્રેસ રાજ્યના જુદા-જુદા શહેરોમાં આશ્ચર્યજનક કાર્યક્રમો સહિત વિરોધ-પ્રદર્શનો કરી રહી છે.

મોદીના શાસનમાં આગામી દિવસોમાં સાયકલ ચલાવવાનો વારો આવવાનો છે, કારણ કે, પેટ્રોલ-ડીઝલના ભાવો હવે રૃા. ૯૦ ને પણ ઓળંગી જવાની સંભાવના છે. સુરતમાં પણ કોંગ્રેસના કાર્યકરો સડકો પર ઉતર્યા હતાં. ભાજપ અને મોદી સરકારની વિરૃદ્ધમાં સૂત્રોચ્ચાર કરીને બેનર્સ અને પ્લેકાર્ડ સાથે રેલી કાઢી હતી.

આ કાર્યક્રમમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ અમેથીયા, ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અલ્તાફ ખફી, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, કોર્પોરેટરો યુસુફ ખફી, મરીયમબેન સુમરા, જેનબબેન ખફી, નીતાબેન પરમાર, શીતલબેન વાઘેલા, આનંદ રાઠોડ, આનંદ ગોહિલ ઉપરાંત અન્ય આગેવાનો સહારાબેન મકવાણા, દિગુભા, મહિપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા, સુભાષ ગુજરાતી, દિપુ પારીયા, ક્રિપાલસિંહ વાળા વિગેરે કાર્યકરો-આગેવાનો જોડાયા હતાં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.