મહામારી વચ્ચે જેઈઈ-નીટની પરીક્ષા મોકુફ રાખવા તેમજ મહિનાની ફી માફ કરવાની માંગ
કલેકટર કચેરી ખાતેથી પોલીસે કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી ટોળા વિખેર્યા
કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીને લીધે જેઈઈ-નીટની પરીક્ષાઓ મુલતવી રાખવા તથા ૬ મહિનાની ફી માફીની માંગ સાથે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને એનએસયુઆઈ દ્વારા જિલ્લા વડા મથક કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત,વિરોધપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જસવંતસિંહ ભટ્ટી, દિનેશભાઇ મકવાણા, દિપ્તીબેન સોલંકી, ગતીશ શહેર પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી અને જિલ્લા ક્ષતીશ પ્રમુખ રોહિતસિંહ રાજપૂત,ફ્રન્ટલ સેલ ચેરમેનો મનીષાબા વાળા, મુકુંદભાઈ ટાંક, વોર્ડ પ્રમુખો રમેશભાઈ જુનજા, રાજેશભાઈ આમરણીયા, રણજિત ભાઈ મુંધવા, સંજયભાઈ લાખાણી, ભાવેશભાઈ ખાચરીયા તેમજ વોર્ડ પ્રમુખો રમેશભાઈ જુનજા, કૃષ્ણદત્તભાઈ રાવલ, અલ્પેશ ટોપીયા, રાજેશભાઈ કાપડિયા, ગીરીશભાઈ ઘરસંડિયા, રાજેશભાઈ કાચા, દિનેશભાઇ પટોળીયા, જગદીશભાઈ સખીયા, દીપુલભાઈ સાવલિયા, કોર્પોરેટરો દિલીપભાઈ આશવાણી, કોટપોરેટર પ્રતિનિધિ મનસુખભાઈ કાલરીયા, સંજયભાઈ અજુડીયા, જયાબેન ટાંક, રવજીભાઈ ખીમસુરિયાં, હારૂનભાઈ ડાકોરા તેમજ આગેવાનો ઠાકરશીભાઈ ગજેરા, અનિલભાઈ જાદવ,મથુરભાઈ માલવી, કનકસિંહ જાડેજા, પ્રભાતભાઈ ડાંગર, રસિકભાઈ ભટ્ટ, સુરેશભાઈ ગરૈયા, નારણભાઈ હિરપરા, નિલેશભાઈ ભાલોડી, રવિભાઈ ડાંગર વિગેરેની પોલીસ દ્વારા અટક કરવામાં આવી. કલેકટર કચેરીની બહારથી કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.