કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં અપાયેલ વચન વિરાસત સાચવવા અને નવા સ્થળો શોધવા ખુબ મહત્વનું સાબીત થશે: ડો. નિદત બારોટ
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષો પ્રચાર-પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. અને તેમાં એક મહત્વનો મુદો પુરાતત્વ સ્થળો અને સાંસ્ક્ૃતિક વારસો જાળવી રાખવા જે કરવું પડે તે કરી છૂટવા કોંગ્રેસે વચન આપ્યું છે.
આ સંદર્ભે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવકતા ડો. નિદત બારોટે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં દાયકાઓ બાદ કદાચ પ્રથમવાર અલભ્ય પ્રાચીન સંસ્કૃતિ અંગે ચુંટણી ઢંઢેરામાં સમાવેશ કરી કોંગ્રેસ દ્વારા વચન આપવામાં આવ્યું છે કે ” ગુજરાતમાં વિશ્વપ્રસિધ્ધ પ્રાચીન સંસ્કૃતિનાં સ્થળો શોધાયેલા છે , તેને બચાવવા , તેને સાચવવા અને નવાં સ્થળો શોધવા પુરાતત્વ વિભાગને પુરતો સ્ટાફ આપવામાં આવશે અને પુરાતત્વ વિભાગ નો સ્વતંત્ર વિભાગ બનાવવામાં આવશે . ” અત્રે નોંધનીય છે કે પુરાતત્વ વિભાગની કચેરીઓમાં સ્ટાફની ભારે કમીનાં કારણે શોધાયેલ પ્રાચીન સંસ્કૃતિને , રક્ષિત સ્મારકોને ભારે નુક્સાન થઇ રહેલ છે .
રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્ર વિસ્તારનો કાર્યભાર સંભાળતી આને આશરે 150 ઉપર સરકાર દ્વારા જાહેર થયેલાં રક્ષિત સ્મારકો સાચવવાની જવાબદારી સંભાળતી પુરાતત્વ વિભાગની કચેરીમાં લાંબા વર્ષો થયાં ફક્ત બે જુનિયર કર્મચારી ફરજ બજાવે છે , જે આપણી પ્રાચીન વિરાસતને સાચવવા બાબતે ઘોર બેદરકારી સાથે તેની અવગણના છે . આ પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ચુંટણી ઢંઢેરામાં અપાયેલ વચન આપણી ગૌરવપ્રદ વિરાસત સાચવવા અને નવાં સ્થળો શોધવા ખુબ મહત્વનું સાબીત થશે.