“તંદુરસ્ત નાગરિક-તંદુરસ્ત રાજ્ય” નવાં સંકલ્પપત્ર-ચૂંટણી ઢંઢેરાની કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ આપી માહિતી : ગુજરાતને વિવિધ ક્ષેત્રે અવલ્લ નંબરનું રાજ્ય બનાવવા અનોખું મોડલ પુરૂં પડાશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દ્વારકા ચિંતન શિબિરને અંતે જાહેર કરાયેલ દ્વારકા ઘોષણાપત્રમાં નીર્દેશ કર્યા મુજબ આજે તંદુરસ્ત નાગરીક-તંદુરસ્ત રાજ્ય સંકલ્પપત્રની જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક ડો.સી. જે.ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,ગુજરાતમાં માતા, બાળકો અને તમામ નાગરીકોને સારવાર સરકારી દવાખાનાઓમાં ફ્રી. રૂ. 10 લાખ સુધીની સારવાર તમામ સરકારી અને માન્ય ખાનગી દવાખાનાઓમાં સંપૂર્ણં ફ્રી. કીડની, લીવર અને હ્રદય ટ્રાન્સપ્લાન્ટની સારવાર સંર્પૂણ ફ્રી. દરેક ગામો અને નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના વોર્ડોમાં નાગરીકોના ઘરની નજીક સરકારી જનતા દવાખાનાંની સ્થાપના. અંતરીયાળ ગામોમાં ફરતાં સરકારી દવાખાના.
સરકાર હસ્તકનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, રેફરલ અને સીવીલ હોસ્પિટલોને ગઅઇઇં સર્ટીફાઈડ કોર્પોરેટ હોસ્પિટલ જેવી ફાઈવ સ્ટાર બનાવાશે. દરેક સરકારી દવાખાનાઓમાં નિષ્ણાંત ડોકટરો, નર્સીંગ અને ટેકનીકલ સ્ટાફની પુરા પગારથી પારદર્શક ભરતી કરાશે.
દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સીવીલ હોસ્પિટલોમાં અને નાનાં-મોટાં શહેરોમાં વ્યાજબી ભાવે ગુણવત્તાવાળી દવાઓ મળી રહે તે માટે જનરીક મેડીકલ સ્ટોર શરૂ કરાશે. મેડીકલ કોલેજોમાં પુરતો શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફની નિમણુંક. આર્યુવેદિક, યુનાની, હોમિયોપેથીક-આયુષ પધ્ધતીથી સારવારને પ્રોત્સાહન, આ પધ્ધતિઓનો અભ્યાસક્રમ સઘન બનાવાશે.
જીલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલોમાંજ હ્રદયરોગ, કીડની, કેન્સર સહિતના રોગોની સારવાર માટેના નિષ્ણાંત ડોકટરો સાથેના વોર્ડ અને વિનામુલ્યે સારવાર. તંદુરસ્ત માતા-તંદુરસ્ત બાળક, તંદુરસ્ત બાળક-તંદુરસ્ત દેશ સુત્રને સાકર કરવા માટે માતા અને બાળકોમાંથી કુપોષણની હકાલપટ્ટી માટે સઘન કાર્યક્રમો. કુપોષિત માતા અને બાળકોના ઉંચા દર ધરાવતા તાલુકાઓમાં પોષણ કેન્દ્રોની સ્થાપના.
તંદુરસ્ત નાગરીક-તંદુરસ્ત દેશનું ધ્યેય હાંસલ કરવા માટે રોગમુક્ત નાગરીક બનાવવા મટો રમત-ગમતનાં મેદાનો, ઈન્ડોર સ્ટેડીયમો, જીમખાના, યોગ સેન્ટર, નેચર કયોરને પ્રાધાન્ય, દરેક શાળા-કોલેજોમાં આવા સેન્ટરો.
દીકરા-દીકરીઓના અસમાન જન્મદર ઘટાડવા માટે ખાસ નિતિ. દીકરીઓના ઓછા જન્મદર ધરાવતા સમુહો-જ્ઞાતિઓની ઓળખ કરીને આવા સમુહ-જ્ઞાતિઓમાં સમાનદર પ્રાપ્ત કરવા માત્ર દીકરીઓ ધરાવતા પરિવારોને દીકરીઓના બેંક એકાઉન્ટમાં દર મહિને રૂ.3,000ની અને પુખ્ય ઉંમરે રૂ.30 લાખની સહાય. માતા અને બાળકોનો મૃત્યુદર ઘટાડીને રાષ્ટ્રિય દર કરતાં નીચો લાવવા માટે સઘન કાર્યક્રમ યોજાશે. પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા અને પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા, ગાયત્રી બા વાઘેલા, રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સંજય અંજુડીયા, પ્રદેશ મહામંત્રી અશોક ડાંગર, મહેશભાઈ રાજપૂત, ભરતભાઇ મકવાણા અને નરેન્દ્રભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
સરકારી હોસ્પિટલોને ફાઈવસ્ટાર કક્ષાની બનાવાશે
2022ની વિધાનસભાની ચુંટણી પછી બનનારી કોંગ્રેસ સરકાર ગુજરાતના નાગરીકો માટે તમામ સરકારી દવાખાનાઓને ફાઈવ સ્ટાર કક્ષાનાં બનાવીને તમામ નાગરીકોને તમામ રોગોની સારવાર ફ્રી, માન્ય ખાનગી દવાખાનાઓમાં રૂ.10 લાખ સુધીની સારવાર ફ્રી, કીડની, લીવર અને હ્રદય ટ્રાન્સપ્લાન્ટની સારવાર સંર્પૂણ ફ્રી, દરેક ગામો અને નગરપાલિકા વોર્ડોમાં આધુનિક સુવિધા સાથેના જનતા દવાખાના, આંતરીયાળ ગામોમાં ફરતાં દવાખાનાં, સરકારી દવાખાનાઓમાં નિષ્ણાંત ડોકટરોની નિમણુંક, જીલ્લા કક્ષાની હોસ્પિટલોમાં તમામ ગંભીર રોગોની વિના મુલ્યે સારવાર, મેડકીલ કોલેજો અને દવાખાનાઓમાં પુરા પગારથી ડોકટરો અને સ્ટાફની નિમણુંક, આયુષ પધ્ધતિથી સારવારને પ્રોત્સાહન અને વ્યવસ્થા, આરોગ્ય માનવ સુચકાંક સુધારવા સઘન પ્રયાસોના અમલ કરવાની ખાત્રી ચુંટણી ઢંઢેરાના ભાગ તરીકે આપીએ છીએ.