કોંગ્રેસના પ્રમુખપદે રાહુલ ગાંધીની વરણી દેશભરના કોંગ્રેસ કાર્યાલયોમાં ભવ્ય ઉજવણી: ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બે દિવસ પહેલા જ કોંગ્રેસની જાહેરાત: રાહુલ ગાંધી નહે‚-ગાંધી પરિવારના છઠ્ઠા કોંગ્રેસના પ્રમુખ: ૧૬મીથી કમાન સંભાળશે: કોંગ્રેસ પ્રમુખ બનવા રાહુલની સામે કોઈએ પણ ફોર્મ ભર્યુ ન હતું
જેમ હરિફાઈમાં એક જ અશ્ર્વ હોય તો સ્વાભાવિક રીતે તે જ વિજેતા બને તે ઉક્તિ મુજબ રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદે વિજેતા બન્યા છે. કોંગ્રેસ પ્રમુખનો તાજ ‘ગાંધી’ના શીરે મુકાઈ ગયો છે. કોંગ્રેસના રાહુલ ગાંધીની વરણી થતા દેશભરના કોંગ્રેસ કાર્યાલયોમાં ભવ્ય ઉજવણી થઈ હતી. ગુજરાતની ચૂંટણીના બીજા તબકકાના મતદાનના બે દિવસ પહેલા જ કોંગ્રેસની જાહેરાત છે. રાહુલ ગાંધી નહે‚-ગાંધી પરિવારના છઠ્ઠા કોંગ્રેસ પ્રમુખ છે. તેઓ આગામી તા.૧૬મી ડિસેમ્બરથી કમાન સંભાળશે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રમુખ બનવા રાહુલ ગાંધીની સામે કોઈએ પણ ફોર્મ ભર્યું ન હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબકકાના મતદાનના બે દિવસ પહેલા જ કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીને પક્ષ પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા એમ.રામચન્દ્રને બપોરે આ અંગેની જાહેરાત કરી દીધી હતી. આ સાથે જ નહે‚-ગાંધી પરિવારના છઠ્ઠા સભ્યના કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ ૧૬મી ડિસેમ્બરથી પક્ષનું નેતૃત્વ સંભાળશે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલા મોતીલાલ નહે‚ ત્યારબાદ જવાહરલાલ નહે‚, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને હવે રાહુલ ગાંધી કોંગ્રેસના છઠ્ઠા રાષ્ટ્રીય પ્રમુખ બની ગયા છે. હવે કોંગ્રેસની નૈયાના ખેવૈયા રાહુલ ગાંધી છે. તેમના શીરે રાષ્ટ્રીય પ્રમુખનો તાજ મુકાઈ ગયો છે. ત્યારે પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીની નાદુરસ્ત તબીયતના કારણે છેલ્લા ઘણા સમયથી અટકળો થતી હતી.ગઈકાલે ફોર્મ પરત લેવાનો અંતિમ દિવસ હતો. રાહુલ સીવાય અન્ય કોઈએ પણ પ્રમુખ બનવા માટેનું ફોર્મ ન ભરતા રાહુલને બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવ્યા છે. રાહુલને પક્ષ પ્રમુખ બનાવવાની જાહેરાત થતા દિલ્હીમાં કોંગ્રેસના વડા મથકની બહાર પક્ષના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. રાહુલના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.