સાબરમતિ આશ્રમે પૂ. બાપુને પૂષ્પાંજલી અર્પણ કરશે: પ્રદેશ ડેલીગેટસ સાથે બેઠક

ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમીટીના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી માટે આગામી દિવસોમાં મતદાન યોજાવાનું છે. દેશની સૌથી જાૂની રાજકીય પાર્ટીના પ્રમુખ બનવા માટે હાલ મલ્લીકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે ટકકર છે ગત સપ્તાહે ખડગે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા દરમિયાન આજે શશી થરૂર અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે.

બન્ને ઉમેદવારો વચ્ચે કાંટેકી ટકકર જોવા મળી રહી છે. આજે બપોરે 3.30 કલાકે લોકસભાના સાંસદ કોંગે્રસના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીના પ્રમુખ પદના ઉમેદવાર શશી થરૂરનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે તેઓ સૌ પ્રથમ સાબરમતિ આશ્રમની મુલાકાત લેશે ત્યાં રાષ્ટ્રપિતા  મહાત્મા ગાંધીજીની પ્રતિમાને નમન કરી પુષ્પાંજલી અર્પણ કરશે ત્યારબાદ અમદાવાદ સ્થિતપ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટસ સાથે જરુરી બેઠક કરશે અને રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં પોતાના તરફી મતદાન કરવા માટે આગેવાનોને અનુરોધ કરશે સાંજે તેઓ એક પત્રકાર પરિષદને પણ સંબોધશે.

દેશની સૌથી જાુની રાજકીય પાર્ટી કોંગ્રેસના પ્રમુખપદની ચૂંટણી માટે મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે મુખ્ય ટકકર છે. ખડગેનું પલ્લુ વધુ વજનદાર છે જો કે થરૂર પણ બરાબરની ટકકર આપે તેવી શકયતા જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.