સ્વસ્થ થયા બાદ પ્રથમ વખત સોનિયા ગાંધી વિશાલ રેલી સંબોધશે

સોનિયા ગાંધી  સોમવારે કર્ણાટક પહોંચી ગયા છે તેઓ મૈસુરના રિસોર્ટમાં પહોંચી ગયા છે. અને  તે 6 ઓક્ટોબરે ભારત જોડો યાત્રામાં સામેલ થશે. તેમના સિવાય કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં હાજરી આપે તેવી શક્યતા છે.

કોંગ્રેસની ભારત જોડો યાત્રાને  25 દિવસ પૂર્ણ થયા છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રા કેરળ બાદ હવે કર્ણાટક પહોંચી છે. કર્ણાટકમાં ભારત જોડો યાત્રા મૈસુરમાં છે. આ દરમિયાન કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ સોમવારે કર્ણાટક પહોંચી ગયા છે. તેમના સિવાય કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં હાજરી આપે તેવી શક્યતા છે.

6 ઓક્ટોબરે કર્ણાટકમાં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ કોંગ્રેસના નેતાઓને મળશે. કાર્યકર્તા સાથે તે આ યાત્રામાં ભાગ લેશે. સોમવારે કર્ણાટક પહોંચ્યા બાદ સોનિયા ગાંધી કુર્ગમાં મદકેરી જશે અને ત્યાં એક ખાનગી રિસોર્ટમાં રોકાશે. એવી માહિતી પણ આપવામાં આવી છે કે મૈસૂરમાં ભારત જોડો યાત્રા પૂરી કર્યા બાદ રાહુલ ગાંધી મદકેરી પણ જશે. ત્યાં તેઓ માતા સોનિયા ગાંધી સાથે બે દિવસ રોકાશે. આ પછી 6 ઓક્ટોબરે ભારત જોડો યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.