સોનિયાની તબિયત લથડતા તેમને દિલ્હીથી સરગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી પેટના દુ:ખાવા અને ઉબકાની ફરિયાદ સાથે ગઈકાલે નવી દિલ્હીના સરગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ ૭૩ વર્ષિય સોનિયા ગાંધીને સાંજના સાતેક વાગે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાઢરા તેમના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોચ્યા હતા. સોનીયાની તબીયત અંગે હોસ્પિટલના વરિષ્ઠ તબીબે જણાવ્યું હતુ કે ચિંતાનુ કોઈકારણ નથી કેટલીક તપાસ અને ટેસ્ટ કરવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ નકકી કરવામાં આવશે કે સોનિયાજીને રજા આપવી કેસંપૂર્ણ સ્વસ્થ થાય ત્યા સુધી દાખલ રાખવા
હોસ્પિટલના તબીબોએ વધુમાં જણાવ્યું હતુકે ઈન્ફ્રકેશનના કારણે તેમને પેટમાં દુ:ખાવો હતો અગાઉ થોડા વર્ષો પહેલા ૨૦૧૭માં આજ હોસ્પિટલમાં સોનિયા ગાંધીના ખંભાનું ઓપરેશન કરવામા આવ્યું હતુ ગાંધી પરિવારની ફેમીલી હોસ્પિટલ જેવી આ હોસ્પિટલમાં તે્રઓ નિયમિત આરોગ્યતપાસ માટે આવતા રહે છે. નાદુરસ્ત તબીયતના કારણે સોનિયાગાંધી શનિવારે સંસદમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં હાજરી આપી શકયા નહતા. જોકે તેમણે બજેટનાપ્રથમ દિવસે શુક્રવારે સંસદમાં કોંગ્રેસે સીએએ વિરૂધ્ધ યોજેલ વિરોધ પ્રદર્શનમાં હાજરી આપી હતી. કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીને ગઈકાલે રવિવારે એકાએક પેટના દુ:ખાવો અને ઉબકા આવવા લાગતા તાત્કાલીક સરગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી સોનિયા ગાંધીની નાંદુરસ્ત તબીયતને કારણે તેમને અગાઉ લાંબા સમય સુધી આરામ આપવામાં આવ્યો હતો. ગઈકાલે એકાએક તબીયત બગડતા ગાંધી પરિવારના સભ્યો પરિચિતો અને રાજદ્વારી નેતાઓ માં ચિંતા પ્રસરી જવા પામી છે.