રાજકોટના રાજવી અને પૂર્વ મંત્રી મનોહરસિંહજી જાડેજા (દાદા)ને શોકાંજલી આપવા રણજીત વિલાસ પેલેસે ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા દાદાને શોકાંજલી પાઠવી ઠાકોર સાહેબ માંધાતાસિંહજીનું ઉર્ફે રામરાજા સહીતના પરિવારજનો રુબરુ મળી દિલોશોજી પાઠવી છે.
અબતક સાથેની વાતચીતમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે. આજે મનોહરસિંહ દાદાના દુ:ખદ અવસાન શ્રઘ્ધાજલી પાઠવા પરિવાર જનોને મળવા માટે રાજકોટ આવાનું થયું છે. દાદાના નિધનથી રાજકોટે નહિ સમગ્ર ગુજરાતને ખોટ રહેશે.
જાહેર જીવનની એક એવી વ્યકિતત્વ વિરલ વિભૂતિ ગુમાવી છે. કે જેને આવનારા વર્ષો સુધી પેઢીઓ યાદ કરશે. એક રાજવી પરિવાર માંથી આવી અને લોકસેવા કરવી અને સાથે સાથે એક કોંગ્રેસ પક્ષમાં ધારાસભ્ય તરીકે વિધાનસભાના ફલોર પરથી લોકોના પ્રશ્નો માટે લડવું અસરકારક રજુઆત કરવી, સંસદીત પ્રણાલીના જે ઉચ્ચ સિઘ્ધાતો છે એ પ્રસ્થાપિત કરવા જો ગુજરાતમાં શ્રેય જતુ હોય તો તે મનોહરસિંહ દાદાને જાય છે. આજે આપણી વચ્ચે નથી ત્યારે કોંગ્રેસ પરિવાર તરફથી એમને શ્રઘ્ધાંજલી પાઠવીએ છીએ.
આવનારી પેઢીઓ અને સંસદીય પ્રણાલીકાઓ મનોહરસિંહ દાદાને વર્ષો સુધી યાદ કરશે જાહેર જીવનમાં ધારાસભ્ય તરીકે જયારે પહેલીવાર કામ કરવાની તક મળી છે ત્યારે વિધાનસભાના માઘ્યમથી પોતાની વાત અસરકારક રીતે કઇ રીતે રજુ કરી શકાય અને સંસદીત પ્રણાલીકાની મર્યાદામાં રહે અને સરકારને ધેરી કઇ રીતે શકાય છે એ મનોહરસિંહ દાદાના વિધાનસભાના વ્યકતવ્યો વાંચીને જાણવા મળ્યું જે મારા જેવા અનેક યુવાનોનો જાહેર જીવનમાં એમના જે ભુતકાળના અનુભવો રહ્યા છે એ અનુભવોમાંથી પ્રેરણા લઇ કામ કરવાની પ્રેરણા પણ મળવાની છે.