ભ્રષ્ટાચાર સપ્તાહ ઉજવણીની મંજૂરી ન હોવા છતા કોંગ્રેસે યોજયા ધરણા: પોલીસ અને કોંગ્રેસ આગેવાનો વચ્ચે ઝપાઝપી
અબતક,રાજકોટ
રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા ડુબેલા નાણા કઢાવી આપવા માટે આરોપી પાસેથી લાખો રૂપીયાનો તોડ કરવામાં આવતો હોવાનો આક્ષેપ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે કરતા રાજયભરમાં ખળભળાટ મચી જવા પામી છે.
સીપીના તોડના વિરોધમાં આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. મંજૂરી વિના ધરણા યોજવામાંઆવતા કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થવા પામી હતી.
સીપીના તોડના વિરોધમાં ભ્રષ્ટાચાર વિરોધી સપ્તાહ ઉજવવા મંજૂરી માંગી હતી. જે પોલીસ દ્વારા આપવામાં આવી ન હતી છતા આજે કોંગ્રેસ ધરણા યોજયા હતા. અને પોલીસે અટકાયત કરી છે.