પોલીસ કમિશનર ચોર હૈ, સરકારી ખંડણીખોરી બંધ કરોના નારા લગાવ્યાં સીપીના કથિત તોડકાંડના વિરોધમાં સતત ત્રીજા દિવસે કોંગ્રેસના ધરણાં: 23ની અટકાયત
અબતક, રાજકોટ
રાજકોટમાં પોલીસ કમિશનર વિરુદ્ધ સતત ત્રીજા દિવસે પણ શહેર કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ‘પોલીસ કમિશનર ચોર હૈ’ ના નારા અને સરકારી ખંડણી ખોરી બંધ કરો, રક્ષક જ બન્યા ભક્ષક, વાડ જ ચીભડા ગળે, રાજકોટ પોલીસ કમિશ્નર ગુનાઓ અટકાવવાને બદલે ગુનાઓ કરે, હવાલા ગીરી બંધ કરો, બંધ કરો તેમજ રાજકોટ પોલીસની ક્રાઈમ બ્રાંચ હવે હવાલા બ્રાંચના બેનરો સાથે શહેર કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીજીના પ્રતિમા રેસકોર્સ રીંગ રોડ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અમને નહિ ભ્રષ્ટાચારીઓને પકડોનો કોંગ્રેસનો આક્રોશ
શહેર કોંગ્રેસ ના 23 આગેવાનો-કાર્યકર્તાઓની અટકાયત કરી હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા. રાજકોટમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ખાનગી બિલ્ડર પાસેથી રૂ.75 લાખ કટકટાવ્યા હોવાનો ખુદ ભાજપના જ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે આક્ષેપ કર્યો છે ત્યારે લાખોના ભ્રષ્ટાચાર સંદર્ભે તા.09/02/2022 ના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રીજા દિવસે પણ રાજીવ ગાંધીજીના પ્રતિમા રેસકોર્સ રીંગ રોડ ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
‘પોલીસ કમિશનર ચોર હૈ’ ના નારા અને સરકારી ખંડણી ખોરી બંધ કરો, રક્ષક જ બન્યા ભક્ષક, વાડ જ ચીભડા ગળે, રાજકોટ પોલીસ કમિશ્નર ગુનાઓ અટકાવવાને બદલે ગુનાઓ કરે, હવાલા ગીરી બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો તેમજ રાજકોટ પોલીસની ક્રાઈમ બ્રાંચ હવે હવાલા બ્રાંચના બેનરો સાથે શહેર કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીજીના પ્રતિમા રેસકોર્સ રીંગ રોડ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
શહેર કોંગ્રેસના શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી દિપ્તીબેન સોલંકી, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, મહિલા પ્રમુખ મનીષાબા વાળા, ઇન્ટુક પ્રમુખ મુકેશભાઈ પરમાર, હાર્દિક રાજપૂત, વોર્ડ પ્રમુખો ગીરીશભાઈ ઘરસંડિયા, કેતનભાઈ તાળા, સંજયભાઈ અજુડિયા, વાસુભાઈ ભંભાણી, નારણભાઈ હીરપરા તેમજ ગોવિંદભાઈ સભાયા, ઘનશ્યામસિંહ જાડેજા, રવિભાઈ ડાંગર, દિલીપભાઈ આસવાણી, પ્રભાતભાઈ ડાંગર, સુરેશભાઈ ગરૈયા, જગદીશભાઈ સાગઠીયા, અશ્વિનભાઈ બકુત્રા, પ્રકાશભાઈ વેજ્પરા, હિરલબેન રાઠોડ, ફરીદાબેન સહિતના 23 કોંગ્રેસના આગેવાનો-કાર્યકર્તાઓની અટકાયત કરી હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા.