ભેસાણ તાલુકા કોંગ્રેસ દ્વારા કૃષી આદેશ ૨૦૨૦ નો વિરોધ કરતું અને સરકાર દ્વારા બજાર ધારાની કલમોમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે, તે બજાર સમિતિની સ્વાતંત્ર્ય પર તરાપ સમાન ગણાવી, ખેડૂત વિરોધી આ કાળો કાયદો હોવાનું ગણાવી, ભેસાણ મામલતદારને આવેદનપત્ર પાઠવી કૃષિ આદેશ ૨૦૨૦ તથા સરકાર દ્વારા વટહુકમ જાહેર કરી જે નવા કાયદા લાવવામાં આવ્યા છે તેમાં ફેરફાર કરવા વિનંતી કરવામાં આવી છે, અને કાળા કાયદાના વિરોધમાં ગઇકાલે ભેસાણ માર્કેટિંગ યાર્ડ પણ બંધ રાખવામાં આવ્યું હતું.

ભેસાણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ વજુભાઈ મેવલિયા સહિતના આગેવાનો તથા માર્કેટીંગ યાર્ડના આગેવાનો દ્વારા આજે કૃષી આધ્યા દેશ ૨૦૨૦ સામે મામલતદારને એક આવેદનપત્ર પાઠવી, કૃષિ આદ્યાદેશ  ૨૦૨૦ માં સુધારો કરવા માંગ કરી છે, તથા બજાર ધારા મુજબ છ જેટલા મુદ્દા ટાંકી આવેદનપત્રમાં જણાવ્યું છે કે બજાર ધારા કલમ ૧૦ પર કરાયેલ સુધારા એ  બજાર સમિતિની સ્વાયત્તા પર તરાપ સમાન છે, જે તાત્કાલિક રદ કરવો જોઈએ, આ ઉપરાંત સરકારે વટહુકમ બહાર પાડી બજાર સમિતિમાં ખરીદ વેચાણ કરતા વેપારીની લાયસન્સની સત્તા બજાર સમિતિ પાસેથી આચકી છે, તે રદ કરી અગાઉ ની જોગવાઈ મુજબ ચાલુ રાખવા પણ જણાવાયું છે.

આ આવેદનપત્રમાં નવા સુધારાથી એપીએમસીના મૃત્યુઘંટ વાગી જવાનો ભય ઉત્પન્ન કરવામાં આવ્યો છે તથા રાજ્યમાં હાલ ૩ હજાર જેટલા કર્મીઓ એપીએમસીમાં ફરજ બજાવે છે તેને પ્રોટેકશન આપવા અને સરકાર આવા કર્મચારીઓને પોતાના કર્મચારી ગણે તેવી માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં કૃષિ આધ્યા દેશ ૨૦૨૦ તથા સરકાર દ્વારા જાહેર કરાયેલા વટહુકમ ને ખેડૂત વિરોધી કાળો કાયદો બનાવવામાં આવ્યો છે અને બજાર સમિતિ ઉપર સરકાર દ્વારા નિયંત્રણ લાવવા માટે આ કાયદો ઘડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

દરમિયાન ગઇકાલે ભેસાણ માર્કેટિંગ યાર્ડ કૃષિ અધ્યાદેશ ૨૦૨૦ તથા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમના વિરોધમાં ભેસાણ યાર્ડ બંધ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.