ભાજપના ૩૯માં સપના દિન નિમિત્તે દેશભરમાં ઠેર-ઠેર ઉજવણી
દેશમાં પૂર્ણ મહુમત સો સત્તા પર સવાર યેલી ભારતીય જનતા પાર્ટીનો આજરોજ સપના દિવસ છે. જેને લઈ દેશભરમાં ઠેર-ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ ૧૯૫૧-૫૨માં ભારતીય જનસંઘની શરૂઆત ઈ હતી. ૧૯૮૦ છ એપ્રિલના દિવસે ભારતીય જનતા પાર્ટી તરીકે પ્રસપીત ઈ. આજે ૩૯માં સપના દિન નીમીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવકતા ભરત પંડયાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેને ભારતીય જનતા પાર્ટીની સપના તેમજ અત્યાર સુધીની સ્થિતિનું વર્ણન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં ભરત પંડયા સહિત રાજુભાઈ ધ્રુવ, કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય અરવિંદ રૈયાણી સહિતના આગેવાનો ઉપસ્તિ રહ્યાં હતા.
ભારતીય જનતા પાટીના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, છ એપ્રીલ ભારતીય જનતા પાર્ટી ૩૯મો સપના દિન ઉજવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુભાઈ વાઘાણીી માંડી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના તમામ મંત્રી, ધારાસભ્યો, આગેવાનો, ગુજરાતના ૫૦ હજાર બુમાં ભાજપની બુયાત્રા કરશે. તેમજ અનેક વોર્ડમાં આ યાત્રા કાઢવામાં આવશે અને ૩૧૮ જેટલા શક્તિ કેન્દ્રો પર ભાજપની કેન્દ્ર સરકાર અને ગુજરાતની રાજય સરકાર દ્વારા પત્રીકા યાત્રા કાઢવામાં આવી રહી છે. આરએસએસની દેશ સેવા અને જનસેવાની વિચારધારાને લઈને ભારતીય જનતા પાર્ટીની વિજય યાત્રા આગળ વધી રહી છે અને અત્યાર સુધી ભાજપાની વિચાર યાત્રાી માંડીને વિકાસ યાત્રામાં જે તપસ્વી બલીદાનો જેમને આપ્યા છે તેઓને હું સાક્ષાત વંદન કરું છું.
વધુમાં તેઓ જણાવ્યું હતું કે, એમ.એસ.ગોલવલકર જનસંઘની સપના કરવામાં આવી. ભારતીય જન સંઘને રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘની રાજકીય પાંખ તરીકે ઓળખમાં આવતી હતી. જેમાં બલરાજ મઘોક, દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહાર બાજપાઈ સહિતના ઘણા નેતાઓને સંઘમાંથી પાર્ટીમાં ઉતારવામાં આવ્યા અને દેશના ભાજપના પ્રમ વડાપ્રધાન એવા અટલ બિહારી બાજપાઈએ ૨૮૨ લોકસભાની સીટ મેળવીને સમગ્ર નેતૃત્વનું સંચાલન કર્યું તેનો હું ખુબ ખુબ આભારી છું. ગુજરાત ભાજપના પ્રમ અધ્યક્ષ કેશુભાઈ પટેલી માંડી પૂર્વ પ્રમુખ અને અત્યારના પ્રમુખ વિજયભાઈ રૂપાણીનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ ભાજપને આગવી ઓળખ દેનારા અને હાલના કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ૨૧ રાજયોમાં ભાજપ કેન્દ્રની સરકાર બની છે. અને પાર્ટી સો ૧૧ કરોડી પણ વધુ સદસ્યો જોડાયા છે અને રાજકોટનો પણ આ તકે હું આભાર માનું છું.
કોંગ્રેસ પર પ્રહાર કરતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ એક જાતીવાદ અને દેશહિત વિરોધી કામ કરી રહી છે. સપ્ટેમ્બર ૨૦૧૬માં જયારે સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી ત્યારે દેશભરમાં વડાપ્રધાનની સરાહના કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસે પાકિસ્તાની ભાષામાં આ બાબતને વખોડી કાઢી હતી. વધુમાં તેઓએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના ડીએનએ નર્મદા અને ગુજરાત વિરોધી છે. વિધાનસભામાં પણ હિંસાના દ્રશ્યો કોંગ્રેસ દ્વારા ઉભા કરવામાં આવ્યા. આજે જયારે ભાજપનો સપના દિવસ હોય ત્યારે ભગવાન કોંગ્રેસને સદ્બુદ્ધિ આપે તેવી અપીલ ભરત પંડયાએ કરી હતી.
ભાજપનો ૩૯માં વર્ષમાં પ્રવેશ: બુથ લેવલ સુધી ઉજવણી
૩૮ વર્ષ પુરા કરી ભારતીય જનતા પાર્ટીના ૩૯માં વર્ષમાં પ્રવેશ નીમીતે ગુજરાતભરમાં બીજેપીનો સ્થાપના દિવસ ધુમ ધામથી ઉજવવામાં આવી રહ્યો છે. ૬ એપ્રીલ ૧૯૮૦ માં અટલ બિહારી બાજપાઇના અઘ્યક્ષ સ્થાને મુંબઇ ખાતે બીજેપીની સ્થાપના કરવામાં આવી હતી. બીજેપીના પ્રથમ રાષ્ટ્રિય અઘ્યક્ષ અટલ બિહારી બાજપાઇ હતા.
રાજકોટના ૮૯૩ બુથ તથા ૩૧૮ શકિત કેન્દ્રોમાં સવારથી બીજેપીના સ્થાપના દિનની ઉજવણી શરુકરવામાં આવી હતી આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના અઘ્યક્ષ કમલેશ મિરાણી એ તમામ બુથના કાર્યકરો અને શકિત કેન્દ્રોનાં હોદેદારો કાર્યકરોને શુભેચ્છા પાઠવીહતી. અને ૩૮ વર્ષમાં મળેલી લોક ચાહનાની પ્રસઁશા કરી સહુનો આભાર વ્યકત કરી શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ આ પ્રસંગે ઘેર ઘેર જઇ બીજેપીના ૩૮ વર્ષના કાર્યકાળની કામગીરી તથા રાજય અને કેન્દ્રમાં બીજેપી સરકારે કરેલી કામગીરી વર્ણવતી પત્રિકાઓનું વિતરણ કર્યુ હતું. આ તકે અબતક સાથેની ખાસ વાતચીતમાં ભરત પંડયાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતનાં ૫૦ હજાર જેટલા બુથમાંથી આજે બુથ યાત્રા નીકળી રહી છે. પ્રદેશ અઘ્યક્ષ જીતુ વાછાણી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીથી માંડીને મંત્રીમંડળના સભ્યો ભાજપાના સંસદ સભ્યો, ધારાસભ્યો તથા ભાજપના તમામ હોદેદારો આગેવાનો કોઇને કોઇ બુથમાં જઇ ભાજપાનો ઇતિહાસ વર્ણવતી પત્રિકાનું વિતરણ કરી રહ્યા છીએ.
અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે ૧૯૫૧ માં જનસંઘની સ્થાપના થઇ ત્યારે જનસંઘનું નિશાન દિપક ચિન્હ હતુ એ નિશાન હેઠળ જનસંઘે લગભગ ૩૦ વર્ષ સુધી વચ્ચે રહી પોતાની એક ઓળખ બનાવી હતી. ત્યારબાદ ૧૯૮૦માં મુંબઇ ખાતે અટલ બિહારી બાજપાઇના અઘ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટીથી સ્થાપના કરવામાં આવી ત્યારે પાર્ટીનું પ્રતિક કમળ રાખવામાં આવ્યું હતું.