વિપક્ષી નેતાના પતિ પ્રવિણ સોરાણી અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજયગુરુ વચ્ચેની વાતચીતની
રાજમોટ મહાનગરપાલિકાની ચુંટણી યોજાયાને ચાર માસ જેવો સમય વિતી ગયો છે. ૭૨ કોર્પોરેટરો પૈકી ૬૮ કોર્પોરેટર ભાજપના જયારે માત્ર ૪ કોર્પોરેટર કોંગ્રેસના ચૂંટાયા છે. ત્યારે રવિવારે સાંજે કોંગ્રેસે વિપક્ષી નેતા તરીકે ભાનુબેન સોરાણીની વરણીની જાહેરાત કરી હતી.
વરણીની જાહેરાતની સાથે જ કોંગ્રેસમાં વિરોધ અને વિવાદ જોવા મળ્યા હતા. ગઇકાલે મહાનગરપાલિકા કચેરીના વિપક્ષ કાર્યાલય ખાતે વિપક્ષ નેતા તરીકે ભાનુબેન સોરાણીએ ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે પૂર્વ મેયર અશોક ડાંગર, મહેશ રાજપુત, પ્રદિપ ત્રિવેદી વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા. જયારે પૂર્વ વિપક્ષી નેતા કોંગી કોર્પોરેટર વશરામ સાગઠીયા, કોમલબેન ભારાઇ, મકબુલ દાઉદાણી કાર્યાલય ખુલ્યું તે સમયે હાજર રહ્યા ન હતા.
જુઓ વિડીયો
મહાનગપરાલિકાના વિપક્ષી કાર્યાલય શરુ થવા સાથે જ વિપક્ષી નેતાના પતિ પ્રવીણ સોરાણી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ વચ્ચે બોલાચાલી અને પદનાો અસ્વીકાર કરવા ધમકીનો ઓડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ અબતકના સંવાદદાતાએ પ્રવીણભાઇ સોરાણી સાથે વાતચીત કરી હતી. જેમાં જણાવ્યું હતું. કે હાઇકમાન્ડ નિર્ણય લેશે હું ગુનેગાર હોય તો મારા પર અને જો ઇન્દ્રનીલભાઇ ગુનેગાર હોય તો તેના પર કાર્યવાહી કરશે.
પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ અને પ્રવીણ સોરાણીની વારયલ ઓડીયોની વાતચીત શબ્દર્સ
ઇન્દ્રનીલ:- એટલા માટે કે તમને બનાવ્યા હોત તો વ્યાજબી છે અને વાંધો ન આવે
પ્રવીણ:- ઇન્દ્રનીલભાઇ હું કયાંય માગવા ગયો નથી.
ઇન્દ્રનીલ:- તમે માંગો કે ન માંગો પણ તમે સાઇન નો તી કરી કે વશરામભાઇ સિવાય કોઇ વિપક્ષમાં ન ચાલે મને બધી ખબર છે હવે તમે અસ્વીકાર કરજો નહીંતર રાજકોટ કોંગ્રેસની ઉંઘે પડ દેવાની જવાબદારી સ્વીકારજો
પ્રવિણ:- જી વિચાબી લઇશું
ઇન્દ્રનીલ:- તમે વિચાર્યુ જ નથી તમને કોંગ્રેસની પડી જ નથી. નહિંતર આમ ન કરત મેં વશરામને કહેલું આને ટિકીટ ન દેવાય
પ્રવિણ:- બરોબર, પણ મને કયાં વશરામભાઇએ ટિકીટ દેવડાવી છે.
ઇન્દ્રનીલ:- ના ના એમને જ કહ્યું એટલે ટિકીટ મળી બાકી કોઇનો બાપ આવે તો પણ ટિકીટ ન મળે
પ્રવિણ:- હું કયા એની પાસે ટિકિટ માંગવા ગયો તો, મેં કયા પરાણે ટિકિટ લીધી છે
ઇન્દ્રનીલ:- એ તો એની અકકલ મઠ્ઠાઇ છે અને તેને જ હવે તો આ અકકલ મઠ્ઠાઇ નડે છે. હવે તમે આનો અસ્વીકાર કરજો.
પ્રવીણ:- ના ના, એમાં આડુ કાંઇ ન ન હોય ઇન્દ્રનીલભાઇ ધમકી….
ઇન્દ્રનીલ:- ધમકી માનો તો ધમકી છે મને ખબર છે તમે મહેશ રાજપુતના રસ્તે છો.
પ્રવીણ:- મહેશ રાજપૂત ગયો તેના ઘરે મારે એની સાથે કે અન્ય કોઇ સાથે લેવા દેવા નથી એવી ધમકી તો ઠીક હવે, અમે બધાને મદદ કરી છે. તમને પણ મદદ કરેલી છે.
ઇન્દ્રનીલ:- આ વસ્તુ વ્યાજબી નથી તમારી સામે વાંધો નથી પણ રાજકોટ કોંગ્રેસ ભાંગે તેની સામે વાંધો છે. એવી મહિલા જે કઇ બોલી ન શકે તેને વિપક્ષી નેતા બનાવાય તેની સામે છે. અને તે પણ જામનગર અને અમદાવાદને સેટલ કરાવવા બનાવાય તેની સામે છે.
પ્રવિણ:- તમે ઉપર કહી દયોને અમે કયાં માગેલું હતું.
ઇન્દ્રનીલ:- ઉપર તો નાલાયકો બેઠા છે.
પ્રવીણ:- એ તમારો પ્રશ્ર્ન છે મારો પ્રશ્ર્ન તો નથી.
ઇન્દ્રનીલ:- તમારો પ્રશ્ર્ન છે તમારે નહી સ્વીકારું જોઇએ.
મે હાઇકમાન્ડને ફરીયાદ કરેલ છે તેઓ નિર્ણય લેશે: સોરાણી
‘અબતક’ સાતેની વાતચીત દરમિયાન પ્રવીણભાઇ સોરાણીએ જણાવ્યું હતું કે જે મે મારી ફરીયાદ પ્રદેશ કોંગ્રેસમાં મોકલી છે આ બનાવ પરમ દિવસે સાંજે બન્યો હતો. ત્યારે મેં શહેર કોંગ્રેસના આગેવાનો તથા પ્રદેશ કોંગ્રેસના આગેવાનોને ફરીયાદ મોકલી હતી. મારા માટે ઇન્દ્રનીલભાઇ નેતા તરીકે હતા તેમને મારા પ્રત્યે શું દુ:ખ હોય તે મને ખબર નથી હું બધા ગ્રુપમાં જોડાયેલો છું રપ વર્ષથી ચુંટણી લડું છું મારી આ પાંચમી ટર્મ છે બે વખત હું લડેલ છું. ત્રણ વખતથી મારા પત્ની ચુંટણી લડયાં છે મારી સાથે ઇન્દ્રનીલભાઇને શું તકલીફ છે તે મને ખબર નથી.
વધુમાં જણાવ્યુ: હતું કે મેં હાઇકમાન્ડને ફરીયાદ કરી છે, તેઓ નિર્ણય લેશે હું ગુનેગાર હોઇશ તો મારા પર અને ઇન્દ્રનીલભાઇ ગુનેગાર હશે તો તેના પર વશરામભાઇ સવારે આવ્યા ન હતા તેમને મેં ફોન કર્યો હતો. તેઓ વ્યવહાર કામથી બહાર હોવું જણાવ્યું હતું. તેમને નારાજગી હોઇ શકે પરંતુ તેમને કહ્યું નથી. અશોકભાઇ, મહેશભાઇ, પ્રદીપભાઇ વરણી સમયે હાજર રહ્યા હતા.