કોંગ્રેસે જનમંચ કાર્યક્રમ કર્યો જાહેર, જેમાં કોંગી નેતાઓ તાલુકા મથકો સુધી જઈને લોકોના પ્રશ્નો સાંભળશે અને તેને વિધાનસભા સુધી પહોંચાડી તેના નિરાકરણના પ્રયાસો કરશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ હવે કોંગ્રેસ આળસ ખંખેરી સાચા વિપક્ષની ભૂમિકા નિભાવવા મેદાને ઉતરી છે. કોંગ્રેસે ગુજરાત સ્થાપના દિવસથી જનમંચ કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં કોંગી નેતાઓ તાલુકા મથકો સુધી જઈને લોકોના પ્રશ્નો સાંભળશે અને તેને વિધાનસભા સુધી પહોંચાડી તેના નિરાકરણના પ્રયાસો કરશે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે વિધાનસભા જેવી સ્થિતિ લોકસભામાં ન થાય તે માટે કોંગ્રેસ એલર્ટ મોડમાં છે. કોંગ્રેસે જનમંચ કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. જનસભાથી વિધાનસભા સુધી કોંગ્રેસ કાર્યક્રમ યોજશે. જનસભાથી વિધાનસભા સુધી કાર્યક્રમ અંગે અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સામાન્ય લોકોનાં પ્રશ્નો સાંભળવા માટે સરકાર પાસે સમય નથી. લોકોને મંચ આપવા માટે કોંગ્રેસ કાર્યક્રમો યોજશે. તેમજ ગુજરાત સ્થાપના દિવસે કોંગ્રેસ જનમંચ પ્લેટફોર્મ આપશે. કોંગ્રેસ લોકોનો અવાજ ઉઠાવશે.
એકબાજુ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન ન થાય એ માટે ગુજરાત કોંગ્રેસે તૈયારી આરંભી છે. કોંગ્રેસ લોકસભા 2024 ની ચૂંટણીની તૈયારી શરૂ કરી છે. કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ લોન્ચ કરાયો છે. જેનાં માધ્યમથી વિધાનસભા સુધી કોંગ્રેસ કાર્યક્રમ યોજશે. પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આગામી 1 લી મે થી કોંગ્રેસ કાર્યક્રમની શરૂઆત કરશે. જેમાં કોંગ્રેસનાં મોટા નેતાઓ તાલુકા મથકે ફરી અને કાર્યક્રમ કરી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. ત્યારે કોંગ્રેસ લોકસભાની ચૂંટણી સુધી આ કાર્યક્રમ ચલાવશે.
પ્રજા પોતાના પ્રશ્નોને જનમંચમાં મૂકે, અમે તેના નિરાકરણના પૂરતા પ્રયાસ કરીશું: જગદીશ ઠાકોર
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં કોગ્રેસ પક્ષને પુરતો સમય નહી આપવાનો, બોલવા નહી દેવાનાં, એનાં મુદ્દાઓ નહી ઉઠાવવા નહી દેવાનાં, પુરી હિટલરશાહીથી, તાનાશાહીથી 156 ની બહુમતીથી એક ખોટું ગુમાન અને અભિમાન લઈને બેઠેલી સરકાર એ તાલુકા પંચાયત હોય, જીલ્લા પંચાયત હોય કે કોર્પોરેશન હોય બધી જ જગ્યાએ વિરોધ પક્ષની ભુમિકા જે બંધારણમાં આપેલી છે. એ તમામ જગ્યાએ કોગ્રેસ પક્ષને મીટીંગમાં બોલવા નહી દેવાની, કોઈ પણ ઈશ્યું નહી ઉપાડવા દેવાનાં આવું ચાલી રહ્યું છે. હવે ખૂબ ઝીણવટભરી વાત સાથે કોંગ્રેસ હવે અરજીનાં રૂપમાં લોકમંચ કરવા જઈ રહી છે.