રાજકોટ જીલ્લા કિશાન મોરચા દ્વારા ખાટલા બેઠકનું આયોજન અંગે અપાયું માર્ગદર્શન
ગુજરાત પ્રદેશ ભાજપાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા કિશાન મોરચાની બેઠક રાજકોટ જીલ્લા ભાજપા અઘ્યક્ષ ડી.કે.સખીયાના અઘ્યક્ષસ્થાને તથા મહામંત્રી ભાનુભાઇ મેતા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, રાજકોટ જીલ્લા કિશાન મોરચાના અઘ્યક્ષ વિજયભાઇ કોરાટ, મહામંત્રી હરદેવસિંહ જાડેજા તથા હરસુખભાઇ સોજીત્રાએ ઉ૫સ્થિત રાજકોટ જીલ્લાના કિશાન મોરચાના હોદેદારોને ૧ર સુધી રાજકોટ જીલ્લાના તમામ શકિતકેન્દ્રો, મંડલો પર કિશાનો અને ગ્રામ્યજનો સાથે કેન્દ્ર સરકાર અને રાજય સરકારએ કરેલા લોક કલ્યાણકારી વિકાસલક્ષી યોજનાઓની ચિંતન- મનન અંગેની ખાટલા બેઠકો યોજવા અંગેનું માર્ગદર્શન પુરુ પાડયું હતું.
આ તકે જીલ્લા અઘ્યક્ષ ડી.કે.સખીયાએ ઉ૫સ્થિત સર્વે મહેમાનો તથા ભાજપ કિશાન મોરચાના આગેવાનો તથા કાર્યકર્તાઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આવનારી ૨૦૧૯ની ચુંટણીમાં રાજકોટ જીલ્લા સહીત ગુજરાતની તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
આ તકે ધારાસભ્ય ગોવિદભાઇ પટેલ ઉ૫સ્થિત કિશાન મોરચાના આગેવાનોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ટેકાના ભાવનો કાળો કકળાટ કરે છે પરંતુ પોતાનો ભૂતકાળ ભૂલી ગયા લાગે છે કોંગીએ કયારેય ટેકાના ભાવથી એક દાણો પણ ખરીદ કર્યો નથી. તે આજે ટેકાના ભાવની વાત કરે છે.આ તકે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ કોંગ્રેસ ઉપર આકારા ચાબખા મારતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં રાસાયણિક ખાતરના કાળા બજાર થતા હતા યુરીયા મેળવવા આપણા ખેડુતો માગ કરતા તો લાઠી ચાર્જ અને ગોળીઓને વરસાદ કરેલા હતા.
આ તકે જીલ્લા કિશાન મોચરાના યુવા અઘ્યક્ષ વિજયભાઇ કોરાટએ કોંગ્રેસની આડે હાથ લેતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં ખેડુતો અને ગામડાઓની દુર્દશાના કારણે ખેડુતો પાયમાલ બની ગયા હતા.
આ બેઠકનું સંચાલન રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી ભાનુભાઇ મેતાએ કરતા સરકારએ કરેલા સમૃઘ્ધ ખેતી સમૃઘ્ધ કિશાન ખેડુતલક્ષી કલ્યાણકારી યોજનાઓ, પાકવીમા, વીજ સબસ્ટેશન, નર્મદા ડેમની ઉંચાઇ , વ્યાજ માફી યોજના છેલ્લા ર૦ વર્ષમા ભાજપનાશાસનમાઁ વિકાસ કાર્યો અને કોંગ્રેસના રાજયમાં ખેડુતો દેવાદાર બન્યા તેની તુલનાત્મક માહીતી આપી હતી.