મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફુંકવામાં આવ્યું છે. રાજ્યમાં ભાજપની યાત્રા પહેલાંથી નીકળી રહી છે ત્યારે આજે ભોપાલમાં ભાજપ કાર્યકર્તાઓના મહાકુંભનું આયોજન કરાયું છે. આ રેલીમાં વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ હાજર છે. નોંધનીય છે કે, આ વર્ષે મધ્ય પ્રદેશમાં વિધાન સભા ચૂંટણી થવાની છે અને તે પછી 2019ની લોકસભા ચૂંટણી થવાની છે.

આ સંજોગોમાં બીજેપી આ કાર્યકર્તા મહાકુંભ પહેલાં મોટું શક્તિ પ્રદર્શન કરીને પીએમ મોદી અને અમિત શાહ દ્વારા કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપવા માગે છે.ભોપાલમાં જમ્બુરી મેદાનમાં કાર્યકર્તાઓ દ્વારા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાકુંભ દુનિયાનું સૌથી મોટું રાજકીય સમાગમ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ રેલીને સંબોધિત કરતાં કહ્યું કે આપણે ભાજપના કાર્યકર્તા છીએ અને આ આપણું સૌભાગ્યની વાત છે. ભાજપનો દરેક કાર્યકર્તા દેશની સેવાના ભાવથી કામ કરે છે.મોદીએ કહ્યું કે, આપણે દીનદયાળજીની શતાબ્દી વર્ષ કોઈ મોટાં કાર્યક્રમો કરીને નહીં પરંતુ લોકોની સેવા કરીને મનાવી રહ્યાં છીએ. આજે આપણી પાર્ટીની 19 રાજ્યોમાં સરકાર છે અને આપણે વિશ્વની સૌથી મોટી પાર્ટી છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.