ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ભાજપના ધારાસભ્યો, સંસદસભ્યો અને કાર્યકર્તાઓને પીડિતોની વ્હારે આવવા માટે આપેલી સૂચના અને સંસ્થાઓ-સેવાભાવી સંસ્થાઓ અને લોકોને સેવામાં જોડાવવા માટે કરેલી અપીલ
ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલએ નરેન્દ્રભાઈ મોદીના તા.૨૦ જૂલાઈના ગુજરાત પ્રવાસ કાર્યક્રમને રદ ન કરવા સલાહ આપી પરંતુ તે પહેલાં તા.૧૬- ૧૭ના રોજ રાહુલ ગાંધીને પ્રવાસ કાર્યક્રમ રદ ન કરવાની સલાહ આપી હોત વધુ સારૂં હતું.
નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસ હંમેશા પ્રજાકીય, સેવાકીય અને વિકાસકીય હોય છે. વલસાડમાં રૂ.૫૦૦ કરોડની પાણી પુરવઠા યોજના, ગુજરાતના ૨,૦૦,૦૦૦ આવાસનું લોકાર્પણ તેમજ જૂનાગઢમાં નવી મેડિકલ કોલેજનું ઉદઘાટન અને ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીના કોન્વોકેશન કાર્યક્રમ હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કોઈપણ પરિસ્થિતિમાં ગુજરાતની સાથે સંવેદનશીલ અને મદદ માટે સતત પ્રયત્નશીલ રહેતાં હોય છે. તે ગુજરાતની જનતા જાણે છે.
અત્યારે કુદરતી આપતિમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મંત્રીઓ જે તે જીલ્લામાં જઈને તંત્ર સાથે પીડિતોની વ્યવસ માટે સેવામાં લાગ્યાં છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ભાજપના ધારાસભ્યો, સંસદસભ્યો અને કાર્યકર્તાઓને પીડિતોની વ્હારે આવવા લોકસવામાં લાગી જવાની સૂચનાઓ આપી છે તા જીતુભાઈ વાધાણીએ સંસઓ, સેવાભાવી લોકોને હાર્દિક અપીલ કરી હતી કે, સરકારી તંત્રને માહિતી આપે અને તેની સાથે લોકસેવામાં જોડાય.
પંડ્યાએ જણાવ્યું હતું કે, આ કુદરતી આપતિમાં સૌએ સંપીને કામે લાગવું જોઈએ. જનતા જાણે છે કે કુદરતને પહોંચવું કોઈપણ માટે અઘરૂં હોય છે.ભાજપ સરકારે પૂરી શક્તિથી તંત્રને કામે લગાડ્યું છે. દરેક સંસઓ, સંગઠનોએ અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવું જોઈએ.
અતિવૃષ્ટિમાં અસરગ્રસ્તો ની લોકસેવામાં બધાંએ જોડાવવાનું હોય છે. કોંગ્રેસને સેવા ન કરવી હોય તે બિનજરૂરી વિવાદ ઊભાં કર્યાં વિના મૌન રહીને સેવા કરી શકે છે. આ પણ સેવાનો એક પ્રકાર છે. પરંતુ કોંગ્રેસને સેવા સાથે કોઈ લેવા-દેવા ની. તેને માત્ર વિવાદી નિવેદનબાજી કરવામાં જ રસ છે. તે યોગ્ય નથી. તેમ પંડ્યાએ અંતમાં જણાવ્યું હતું.