રવિવારે અલગ-અલગ સ્થળોએ ચૂંટણી સભા અને સોમવારે પત્રકાર પરિષદ સંબોધશે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે સત્તારૂઢ થયા બાદ મલ્લીકાર્જુન ખડગે રવિવારે પ્રથમવાર ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. બે દિવસના ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ અલગ-અલગ સ્થળોએ કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભાઓ સંબોધશે અને રવિવારે પત્રકાર પરિષદને સંબોધી કોંગ્રેસની ભાવી રણનીતી અંગે વિશેષ માહિતી આપશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં તોતીંગ લીડ સાથે વિજેતા બનનારા મલ્લીકાર્જુન ખડગે સામે સૌથી મોટો અને પ્રથમ પડકાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે. કારણ કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાથી વિમુખ છે. ગુજરાતમાં તેઓએ કોંગ્રેસને બેઠા કરવાની જવાબદારી નિભાવવાની છે. પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે પાંચ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે પ્રચારના અંતિમ દિવસોમાં આવતીકાલથી બે દિવસ માટે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. તેઓ ક્યાં-ક્યાં શહેરોમાં ચૂંટણી પ્રચાર, સભા, રેલી કે રોડ-શો કરશે તે હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાં બાદ પ્રથમ વખત ગુજરાતની મૂલાકાતે આવી રહેલા મલ્લીકાર્જુન ખડગેને હોંશભેર વધાવવા કોંગ્રેસના કાર્યકરોમાં જબ્બરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કેજરીવાલનો કાલે ભાવનગરમાં રવિવારે જામનગરમાં રોડ-શો

10 interesting facts about Arvind Kejriwal

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબકકાના મતદાનના આડે હવે પાંચ દિવસનો સમય બાકી રહ્યો છે. ત્યારે ચુંટણી પ્રચારનો માહોલ બરાબર જામ્યો છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ મલ્લીકા ર્જુન ખડગે અને આમ આદમી પાર્ટીના ક્ધવીનર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે આવી રહ્યા છે.  અરવિંદ કેજરીવાલ આવતીકાલે ભાવનગરમાં આપના ઉમેદવારના સમર્થનમાં રોડ-શો કરશે. જયારે રવિવારના રોજ જામનગરમાં રોડ-શો યોજાશે. ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે કેજરીવાલ અમદાવાદમાં ભવ્ય રોડ-શો અને ચુંટણી સભા સંબોધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.